
બજેટ 2019: સ્ટાર્ટ-અપને મોટું બુસ્ટ મળી શકે છે
મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું કેન્દ્રીય બજેટ 5 જુલાઇએ રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ બજેટ દેશની પ્રથમ પૂર્ણ સમયની મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમન રજૂ કરવા જઈ રહી છે. જો કે, ચૂંટણી પહેલાં, સરકારે એક ફેબ્રુઆરીના રોજ તાત્કાલિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ ફાઇનાન્સ ટેક્નોલૉજી અને સ્ટાર્ટઅપ કંપનીઓને વર્તમાન નાણાકીય વર્ષના આગામી સંપૂર્ણ બજેટમાં નવા સુધારા તેમજ ટેક્સ રાહતની આશા છે. તેમાં ભંડોળ સુધી પહોંચવા અને ડિજિટલ અર્થતંત્રને આગળ વધારવા જેવા સુધારાઓ સામેલ છે.
જાણકારી આપી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની બીજી સરકારનું આ બજેટ એવા સમયે આવી રહ્યું છે. જ્યારે દેશમાં વપરાશની માંગમાં ઝડપથી વધારો થતો નથી, રોકાણ ઘટી રહ્યું છે, જયારે નિકાસનો વેગ ધીમો પડ્યો છે. જણાવી દઈએ કે લૉયલ્ટી કાર્યક્રમ કંપની પેબેકના મુખ્ય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગૌતમ કૌશિકે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી, જે પૂર્ણ બહુમતી સાથે જીત્યા છે, તેમને બીજા કાર્યકાળમાં વધુ કડક નિર્ણયો લેવાની તક મળી છે.
આ પણ વાંચો: ગુજરાતમા 2.57 કરોડ લોકો પાસે પાન કાર્ડ, ફક્ત 71.41 લાખ રિટર્ન ફાઈલ
તેમણે જણાવ્યું હતું કે તેઓ આશા રાખે છે કે સરકાર અર્થતંત્ર માટે કડક સુધારાની દિશામાં આગળ વધશે, કારણ કે તેની સામે સ્થાનિક વપરાશ અને રોકાણની વૃદ્ધિ ધીમી પડવી, નબળી વૈશ્વિક આર્થિક સ્થિતિ અને નિકાસ ઘટના જેવા મોટા પડકારો સામે ઉભા છે. 2018-19માં નાણાકીય વર્ષમાં, દેશનો આર્થિક વિકાસદર 6.8 ટકા હતો જે પાંચ વર્ષનો સૌથી નીચેનો સ્તર અને, 2017-18 ના 7.2 ટકાના દર કરતા ખુબ ઓછો છે.
આ પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય, ખોટમાં ચાલી રહેલી 19 સરકારી કંપનીઓ બંધ થશે
જો કે, માયલોનકેર ડોટ ઇનના સહ સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગૌરવ ગુપ્તા દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, આશા છે કે બજેટમાં ઇન્ટરિમ બજેટની કલ્પના જાળવી રાખવામાં આવશે. તેમાં કરદાતાઓને કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી, રાજકોષીય નુકશાનને લક્ષ્યમાં રાખીને, ખેડૂતોને મદદ અને ડિજિટલીકરણને વધારવાની વાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બજેટ 2019: ટેક્સમાં છૂટ મળવાની આશા ખુબ જ ઓછી, જાણો કારણ