નાણામંત્રી નિર્મલા સીતારમણે વાંચી એ કવિતા જેણે ક્યારેક કાશ્મીરમાં ભર્યો હતો જોશ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. તે આ દશકનુ પહેલુ સામાન્ય બજેટ છે અને સરકાર ઉપરાંત નાગરિકો માટે પણ ઘણુ ખાસ છે. બજેટના ભાષણ દરમિયાન નાણામંત્રીએ જમ્મુ કાશ્મીર પર લખેલી એક કવિતાનો ઉલ્લેખ પણ કર્યો. આ કવિતાને કાશ્મીરના લોકપ્રિય કવિ દીનાનાથ કૌલે લખી હતી.
શું હતી કાશ્મીરની એ કવિતા
નાણામંત્રી નિર્મલા સીતારમણે કાશ્મીરી ભાષામાં આ કવિતાને વાંચી હતી અને પછી હિંદીમાં તેનો અનુવાદ વાંચીને સંભળાવ્યો હતો. દીનાનાથ કૌલ, કાશ્મીરના એવા કવિ હતા જેમને અહીંની સંસ્કૃતિનુ પ્રતીક માનવામાં આવે છે. આજે પણ કાશ્મીરમાં તેમની કવિતાઓનો ઉલ્લેખ તમને મળી જશે. હિંદીમાં આ કવિતા કંઈક આ રીતની હતી.
હમારા વતન ખીલતે હુએ શાલીમાર બાગ જેસા,
હમારા વતન ડાલ ઝીલમે ખીલતે હુએ કમલ જેસા,
નૌજવાનો કે ગર્મ ખૂન જેસા, મેરા વતન, તેરા વતન, હમારા વતન,
દુનિયાકા સબસે પ્યારા વતન
આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ ફાંસીની નજીક પહોંચ્યો વિનય શર્મા, રાષ્ટ્રપતિએ ફગાવી દયા અરજી