For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: સરકાર કરી શકે છે ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર, આમને થશે ફાયદો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરવાની તૈયારીમાં લાગેલા છે. માનવામાં આવી રહ્યુ છે કે ટેક્સ સ્લેબ માટે નાણામંત્રી આ વખતે મોટી રાહત આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરવાની તૈયારીમાં લાગેલા છે. માનવામાં આવી રહ્યુ છે કે ટેક્સ સ્લેબ માટે નાણામંત્રી આ વખતે મોટી રાહત આપી શકે છે. જો તમારા વાર્ષિક આવક 20 લાખ રૂપિયા સુધીની છે તો આવતા વર્ષથી તમારા આવકવેરામાં મોટી રાહત મળી શકે છે. સીએનબીસી આવાઝના સમાચારની માનીએ તો 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર સામાન્ય બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. નાણામંત્રી આ વખતે સામાન્ય બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે.

ટેક્સ સ્લેબમાં ફેરફાર

ટેક્સ સ્લેબમાં ફેરફાર

ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ હાલમાં જ આવકવેરામાં ઘટાડાના સંકેત આપ્યા હતા. જ્યારે તેમને ટેક્સ રેટ વિશે સવાલ પૂછવામાં આવ્યા તો તેમણે કહ્યુ હતુ કે આવકવેરાને વધુ તર્કસંગત બનાવવા માટે તમામ વિકલ્પો કેમજ ઉપાયો પર અમે વિચાર કરી રહ્યા છે. સૂત્રોની માનીએ તો જે લોકોની વાર્ષિક કમાણી 7 લાખ રૂપિયા સુધીની હોય તેમને 5 ટકાનો વેરો આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવી શકે છે. વર્તમાન સમયની વાત કરીએ તો 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાને 5 ટકા ટેક્સ આપવો પડે છે. વળી, 7-10 કે 12 લાખ રૂપિયાની કમાણી પર 10 ટકા ટેક્સ લાગે છે.

10 લાખથી ઉપરનો સ્લેબ

10 લાખથી ઉપરનો સ્લેબ

10થી 20 લાખ રૂપિયા સુધીની કુલ કમાણી પર 20 ટકા વેરાનો પ્રસ્તાવ છે જ્યારે વર્તમાન સમયમાં 10 લાખ રૂપિયાથી વધુની કમાણી પર 30 ટકા ટેક્સ લાગે છે. વળી, 20 લાખથી 10 કરોડ રૂપિયા સુધીની કમાણી પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે, સાથે જ 10 કરોડથી વધુ કમાનાર પર 35 ટકાના ટેક્સનો પ્રસ્તાવ છે.

2.5 લાખથી વધુની કમાણીવાળા પર ટેક્સ

2.5 લાખથી વધુની કમાણીવાળા પર ટેક્સ

તમને જણાવી દઈએ કે ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ પણ વ્યક્તિની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા કે તેનાથી વધુ હોય તો તે આવકની સીમામાં આવે છે. એવામાં જો કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય તો તેના વેતનમાંથી આ ટેક્સ કટ થઈ જાય છે. સામાન્ય રીતે વ્યક્તિની વાર્ષિક કમાણીના આધારે ટેક્સ લેવામાં આવે છે પરંતુ કમાણી સિવાયના જે અન્ય પૈસાના સ્ત્રોત છે તે પણ આવકવેરાની સીમામાં આવે છે. જેમાં બચત ખાતામાં આવતા વ્યાજ, ભાડાથી મળતા પૈસા, વેપાર વગરે પણ શામેલ છે. આના પર પણ આવકવેરો વસૂલવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગણતંત્ર દિવસની પરેડનુ ફૂલ રિહર્સલ આજે, દિલ્લીમાં આ રસ્તા બંધઆ પણ વાંચોઃ ગણતંત્ર દિવસની પરેડનુ ફૂલ રિહર્સલ આજે, દિલ્લીમાં આ રસ્તા બંધ

English summary
Budget 2020: Government may cut income tax in budget, tax slab likely to change
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X