• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2020: આ શબ્દોનો મતલબ જાણી લો, બજેટવાળા દિવસે કામ આવશે

|

નવી દિલ્હીઃ પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણઆ મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટના દસ્તાવેજોની છાપણી શરૂ થઈ ગઈ છે. જોરશોરથી બજેટની તૈયારીઓ કરવામા આવી રહી છે. ત્યારે તમારે પણ બજેટ માટે થોડી તૈયારી કરવી જોઈએ. તમારા માટે બજેટ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ અને વાતો વિશે જાણવું બહુ જરૂરી છે. બજેટ દરમિયાન એવા કેટલાય શબ્દોનો ઉપયોગ કરવામા આવે છે જેને આપણે દરરોજની જિંદગીમાં સાંભળતા નથી. પરંતુ આ શબ્દનો અર્થ જાણવો તમારા માટે જરૂરી છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ આવા જ જરૂરી શબ્દો વિશે જે તમને કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે સાંભળવા મળી શકે છે.

નાણાકીય વર્ષ: નાણાકીય વર્ષને ફાઈનાન્શિયલ વર્ષના નામથી ઓળખવામાં આવે છે. આ અવધી એક એપ્રિલથી 31 માર્ચ હોય છે.

વાર્ષિક નાણાકીય વિવરણ: આને સામાન્ય રીતે આપણે કેન્દ્રીય બજેટ કહીએ છીએ. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 112 મુજબ નાણાકીય અવધિ માટે અનુમાનિત પ્રાપ્તિઓ અને વ્યયનું એક સ્ટેટમેન્ટ સંસદમાં પ્રસ્તુત કરવામા આવે છે.

ફાઈનાન્શિયલ બિલ: કેન્દ્રીય બજેટમાં સંસદ સમક્ષ બે બિલ રજૂ કરવામા આવે છે, જેમાં નાણઆ બિલ અને વિનિયોગ બિલ સામેલ છે. નાણઆ બિલ નવા ટેક્સને લાગૂ કરવા અથવા આગામી નાણાકીય વર્ષ માટે કોઈપણ ચાલુ ટેક્સની નિરંતરતામાં બદલાવનો પ્રસ્તાવ છે. જ્યારે વિનિયોગ બિલ એક એવો પ્રસ્તાવ છે જે સરકારને કંસોલિડેટેડ ફંડથી ફંક કાઢવાની મંજૂરી આપે છે.

કંસોલિડેટેડ ફંડઃ સરકારને મળતી તમામ રાજસ્વ અને ઉધારને આ ફંડમાં જ જમા કરવામાં આવે છે.

આકસ્મિકતા અથવા કંટિંજેન્સી ફંડઃ આ એક રિઝર્વ ફંડ છે જેને આપાત સ્થિતિ માટે રાખવામાં આવે છે.

પબ્લિક અકાઉન્ટઃ આમાં એવી લેણદેણથી ધમ સામેલ થાય છે જેમા સરકાર બેંકની જેમ કામ કરે છે.

રાજકોષીય નીતિઃ ટેક્સ અને ખર્ચ પર ખુદના ફેસલા દ્વારા અર્થવ્યવસ્થા માટે સરકારની યોજના

મૌદ્રિક નીતિઃ મુદ્રા આપૂર્તિ અને વ્યાજ દર પર પોતાના ફેસલાના માધ્યમથી અર્થવ્યવસ્થા માટે સરકારની યોજના.

અનુલાભ કરઃ કોઈ કરદાતા દ્વારા વેતન સિવાય કોઈ કર્મચારીને આપવામાં આવેલ લાભ અથવા પ્રોત્સાહન માટે આપવામાં આવતો ટેક્સ

પ્રતિભૂતિઃ જ્યારે તમે ઈક્વિટી શેર, ડેરિવેટિવ ઈંસ્ટ્રૂમેન્ટ અથવા અન્ય પ્રતિભૂતિઓને ખરીદો કે વેચો છો તો તમારે પ્રતિભૂતિ લેણદેણ કરની ચૂકવણી કરવી પડશે.

કૉર્પોરેટ ટેક્સઃ સક્રિય સક્રિય કોર્પોરેટ્સ દ્વારા ભારતમાં થનાર આવક પર ટેક્સ.

એજ્યુકેશન સેસઃ એજયુકેશન સેસથી એખત્રિત રાશિનો ઉપયોગ ભારતમાં સરકાર દ્વારા પ્રાયોજિત શિક્ષા ફંડિંગ માટે કરવામાં આવે છે.

સ્વચ્છ ભારત ઉપકરઃ આ તમામ કર યોગ્ય સેવાઓ પર લાગૂ થાય ચે અને કુલ જમા ફંડ ભારતને સ્વચ્છ બનાવવાની નાણાકીય પહેલ માટે ફંડમાં જોડવામા આવે છે.

બિન-ટેક્સ રાજસ્વઃ ભારત સરકાર જનતાને અપાતી વિવિધ સેવાઓથી રાજસ્વ હાંસલ કરે છે, જેમ કે વિજળી, રેલવે વગેરે.

ટેક્સ એબેટમેન્ટઃ નિર્દિષ્ટ અવધિ માટે ટેક્સમાં છૂટ કે ઘટાડો

રાજકોષીય નુકસાનઃ રાજકોષીય નુકસાન ત્યારે થાય છે જ્યારે કોઈ સરકારનો વ્યય તેના રાજસ્વથી વધુ હોય છે.

પ્રાથમિક ખોટઃ વ્યાજ ચૂકવણીને રાજકોષીય ખોટમાં ઘટાડો કરી વધતી ખોટ.

ચાલૂ ખાતા ખોટઃ જ્યારે કોઈ દેશની આયાત તેની નિકાસથી વધી જાય છે.

રાજસ્વ ખોટઃ આ ત્યારે થાય છે જ્યારે સરકારની વાસ્તવિક પ્રાપ્તિઓ બજેટ પ્રાપ્તિથી ઓછી હોય છે.

પૂંજી પ્રાપ્તિ અથવા વ્યયઃ કોઈપણ પ્રાપ્તિ અથવા વ્યય જેમાં કોઈ સંપત્તિને ડિજોલ્વ કરવી અથવા પ્રાપ્ત કરવી સામેલ હોય છે, તે પૂંજીગત ખાતામાં આવે છે.

રાજસ્વ પ્રાપ્તિ અથવા વ્યયઃ કોઈપણ પ્રાપ્તિ અથવા વ્યય જેના પરિણામસ્વરૂપ સંપત્તિનું નિર્માણ કે વેચાણ ના થાય તેને રાજસ્વ વ્યય કહેવાય છે.

રીત અને સાધન અગ્રિમઃ RBI રાજ્ય અને કેન્દ્ર સરકારો માટે એક બેંકરનું કાર્ય કરે છે. WMA એક એવી રીતે છે જે તેની વચ્ચે રિસીટ અને જમામાં તેના સંતુલનને સ્થાયી સહાયતા પ્રદાન કરે છે.

સબવેંશન અથવા રાજકીય સહાયતાઃ કેટલાક ઉદ્યોગો અને સામાન્ય જનતા માટે વિકાસને પ્રોત્સાહન આપવા માટે સબ્સિડીના રૂપમાં ઉપલબ્ધ કરવવામા આવેલ સહાયતા.

પાસ થ્રો સ્ટેટસઃ ડબલ ટેક્સથી બચવા માટે કેટલીક આવકને સ્ટેટથી જવા દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મ્યૂચ્યુઅલ ફંડ.

નાણાકીય સમાવેશનઃ આ સસ્તા દરે બેંકિંગ સુવિધાઓનો લાભ ઉઠાવવા માટે નિમ્ન આવક અને પછાત સમૂહો સુધી પહોંચ સુનિશ્ચિત કરવાનું એક સાધન છે.

કેવી રીતે તૈયાર થાય છે દેશનું બજેટ, જાણો આખી પ્રક્રિયા

English summary
budget 2020: know meaning of these terminology before budget day in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X