બજેટ પહેલા અનુરાગ ઠાકુરે ઘરમાં કરી પૂજા-અર્ચના, બોલ્યા - બજેટ સામાન્ય જનતાની અપેક્ષા મુજબ હશે
Budget 2021: મોદી સરકાર આજે નાણાકીય વર્ષ 2021-22નુ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે પોતાના ઘરમાં પૂજા-અર્ચના કરી. બજેટ પહેલા અનુરાગ ઠાકુરે કહ્યુ કે સામાન્ય બજેટ લોકોની અપેક્ષા અનુસાર હશે. આ સરકાર સૌનો સાથે સૌનો વિકાસના મંત્ર પર કામ કરી રહી છે. આત્મનિર્ભર પેકેજ આપીને સૌનો સાથ સૌનો વિકાસને નવી દિશા આપી, લોકોને મહામારીથી બચાવ્યા અને દેશની અર્થવ્યવસ્થાને ખૂબ ઝડપથી પાટા પર પાછી લાવ્યા.
તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનુ ત્રીજુ બજેટ રજૂ કરશે. નાણામંત્રીનુ બજેટ ભાષણ સવારે 11 વાગે શરૂ થશે. આ વખતનુ બજેટ ઘણી રીતે મહત્વનુ છે. જે રીતે દેશે એક વર્ષથી વધુ સમય સુધી કોરોના મહામારીને સહન કરી છે તેમાં લોકોને આ બજેટથી ઘણી આશાઓ છે. નાણામંત્રીના બજેટ અનુસાર આવતુ નાણાકીય વર્ષ નિર્ભર કરશે. લોકોને આશા છે કે મહામારીના કારણે જે ઉદ્યોગોને સૌથી વધુ નુકશાન થયુ છે તેમને સરકાર રાહત આપવાનુ કામ કરશે.
આશા છે કે મોદી સરકાર આ બજેટમાં મનરેગાના ક્ષેત્રોને બૃહદ કરવા, ગરીબોમાં અનાજની સપ્લાઈ વધારવા, નાના ઉદ્યોગોને કેશની આપૂરિત વધારવા જેવા મોટા એલાન કરી શકે છે. નાણામંત્રીએ બજેટથી પહેલા જ કહ્યુ છે કે આ વખતનુ બજેટ એવુ હશે જેવુ ક્યારેય નહોતુ. હવે જોવાની વાત એ છે કે શું આ વખતનુ બજેટ લોકોની ભારે અપેક્ષાઓ પર ખરુ ઉતરે છે.
બીજી વાર પપ્પા બન્યા કપિલ શર્મા, ગિનીએ આપ્યો દીકરાને જન્મ