Budget 2021: સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રીએ 'વન પર્સન કંપની'ની ઘોષણા કરી
સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે યૂનિયન બજેટ રજૂ કરતા કહ્યું કે એક વ્યક્તિ કંપનીઓ incorporation of one person companies (OPCs)ને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રસ્તાવ કરે છે, એક એવું પગલું જે સ્ટાર્ટઅપ અને ઈનોવેટર્સને ફાયદો પહોંચાડશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આવી કંપનીઓને "ચૂકવેલી રકમ અને ટર્નઓવર પર પ્રતિબંધ વિના વધવા માટે" કોઈપણ સમયે કોઈ અન્ય પ્રકારની કંપનીમાં રૂપાંતરણની અનુમતિ આપી ઓપીસીના સમાવેશને પ્રોત્સાહિત કરામાં આવશે. આ 182 દિવસથી લઈ 120 દિવસ સુધી એક ઓપીસી, અને NRIને ભારતમાં ઓપીસીને સામેલ કરવાની મંજૂરી આપે છે. નાણામંત્રીએ પહેલું પેપરલેસ યૂનિયન બજેટ રજૂ કરતા કહ્યું કે, "આ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરશે."
ઉલ્લેખનીય છે કે વન પર્સન કંપની સિસ્ટમમાં માત્ર એક ઓનર હોય છે, જે ડાયરેક્ટર અને શેરહોલ્ડર પણ હોય છે. ધ્યાન આપવાની વાત એ છે કે આમાં એકથી વધુ ડાયરેક્ટર હોય શકે છે પરંતુ એકથી વધુ શેરહોલ્ડર્સ નહિ. વન પર્સન કંપનીની સ્થાપના મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સના રેગ્યુલેટરી ગાઈડલાઈન્સ અંતર્ગત હોય છે.
Budget 2021: વાહન સ્ક્રેપિંગ નીતિથી પ્રદૂષણમાં થશે ઘટાડો, ઓટો સેક્ટરને મળશે પ્રોત્સાહન