Budget 2021: બજેટમાં શું સસ્તુ-શું મોંઘુ થયુ, જુઓ આખુ લિસ્ટ
Union Budget 2021-22: Full List of Cheaper and Costlier Items- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(Finance minister Nirmala Sitharaman ) વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં ડાયરેક્ટ ટેક્સમાં કોઈ રાહત આપી નથી પરંતુ તેમણે ઈન- ડાયરેક્ટ ટેક્સમાં પરિવર્તનનુ એલાન જરૂર કર્યુ છે. જેમ કે ઘણા પ્રકારના કાચા પદાર્થો પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે. સ્ટીલના અમુક ઉત્પાદનો પર શુલ્ક ખતમ કરી દેવામાં આવી છે. વળી, કૉપર સ્ક્રેપ પર શુલ્કને 5 ટકા ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવી છે. આ રીતે હવે તમારે મોબાઈલના અમુક પાર્ટ્સ માટે 2.5 ટકા ડ્યુટી આપવી પડશે. વળી, મોદી સરકારે દારુ, મસૂરની દાળ, કાબુલી ચણા અને વટાણા જેવા ઉત્પાદનો પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવાનુ એલાન કર્યુ છે. નાણામંત્રીએ આ વર્ષે કસ્ટમમાં 400થી વધુ છૂટોની સમીક્ષા કરવાની પણ પ્રપોઝલ આપી છે. આવો, જાણીએ આજના બજેટની ઘોષણાથી સામાન્ય જનતાના જીવનપર શું અસર પડશે એટલે કે આ બજેટ બાદ કઈ વસ્તુઓ સસ્તી અને કઈ મોંઘી થઈ જશે..

બજેટમાં શું થયુ મોંઘુ?
- આયાતી કપડા
- આયાતી ખાદ્ય તેલ
- ઈમ્પોર્ટેડ ઑટો પાર્ટ્સ
- મોબાઈલ ચાર્જર
- લેધર
- પ્લાસ્ટિક
- સિલ્ક
- દારુ
- ફ્રીઝ/એરકન્ડીશનર
- એલઈડી બલ્બ
- રત્ન(ઘરેણા)
- સોલર પ્રોડક્ટ
- ઈલેક્ટ્રોનિકનો સામાન
- કૉટન
- કાબુલી ચણા
- દાળ
- યુરિયા
બજેટમાં શું થયુ સસ્તુ?
- તાંબાના ઉત્પાદન
- ચાંદી
- સોનુ
- લોખંડ
- સ્ટીલ
- નાયલૉનના કપડા
- વીમો
- ડ્રાય ક્લીનિંગ
- કૃષિ ઉપકરણો
Budget 2021: હોમ લોન પર વધુ 1.5 લાખની છૂટને સરકારી લંબાવી