
Budget 2022: 80 લાખ નવા ઘર, 60 લાખ નોકરીઓ, 400 વંદેભારત ટ્રેનો, જાણો બજેટના ભાષણના આ 15 મોટા એલાન
નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં બજેટ 2022-23 રજૂ કર્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2022-23માં ઘણા મોટા એલાન કર્યા છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આવનારા નાણાકીય વર્ષમાં ભારતની અર્થ વ્યવસ્થા માટે રોડમેપ રજૂ કર્યો. આ તેમનુ ચોથુ બજેટ છે. બજેટની શરુઆતમાં સીતારમણે કહ્યુ ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનુ અનુમાન છે જે મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. તેમણે કહ્યુ, કેન્દ્રીય બજેટ અમૃત કાળના આગલા 25 વર્ષોની બ્લુ પ્રિન્ટ છે. આવો, જાણીએ બજેટ ભાષણના અત્યાર સુધીના 15 મોટા એલાન.

5 વર્ષમાં 60 લાખ નોકરી, ઘરો માટે 48 હજાર કરોડ રૂપિયાનુ ફંડ
1. કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ, સરકારનુ આગામી લક્ષ્ય 60 લાખ નોકરીઓ પેદા કરવાનુ છે. પીએમ ગતિ શક્તિ અર્થવ્યવસ્થાને આગળ વધારશે અને યુવાનો માટે વધુ નોકરીઓ અને તકોને જન્મ આપશે. નિર્મલા સીતારમણનુ કહેવુ છે કે 14 ક્ષેત્રોમાં આગલા 5 વર્ષોમાં 60 લાખ નવા રોજગાર અને 30 લાખ કરોડ રૂપિયાનુ વધુ ઉત્પાદન પેદા કરશે.
2. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ છે કે 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળે 80 લાખ ઘર બનાવવામાં આવશે. આના માટે 48 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
3. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે આવતા ત્રણ વર્ષોમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે. વળી, 3 વર્ષોમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે. આ ઉપપાંત 8 નવા રોપવેનુ નિર્માણ થશે.

25,000કિમી નેશનલ હાઈવે વધારાશે, ભણવા માટે 200 ટીવી ચેનલ
4. 2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈને 25,000 કિમી સુધી વધારવામાં આવશે. પહાડી વિસ્તારોની પર્વતમાળા રોડને પીપીપી મોડ્સ પર લાવવામાં આવશે.
5. ગંગા નદીના કિનારે 5 કિમી પહોલા ગલિયારામાં ખેડૂતોની જમીન પર ફોકસ સાથે આખા દેશમાં રસાયણ મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.
6. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ ઈ વિદ્યાના 'વન ક્લાસ, વન ટીવી ચેનલ' કાર્યક્રમને 12થી 200 ટીવી ચેનલો સુધી વધારવામાં આવશે. આ બધા રાજ્યોને ધોરણ 1થી 12 સુધી સ્થાનિક ભાષાઓમાં સપ્લીમેન્ટ્રી શિક્ષણ પૂરુ પાડવામાં સક્ષમ બનાવશે.

ઈ પાસપોર્ટ અને 5જીની લૉન્ચિંગ આ વર્ષે નક્કી
7. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ, નાગરિકોની સુવિધા વધારવા માટે 2022-23માં ઈ પાસપોર્ટ જાહેર કરવામાં આવશે.
8. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ બ્લૉકચેન અને અન્ય ટેકનિકોનો ઉપયોગ કરીને ડિજિટલ કરન્સી શરુ કરવામાં આવશે. આરબીઆઈ 2022-23થી આને જાહેર કરશે.
9. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે હર ઘર નલ માટે 60 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.
10. સીતારમણનુ કહેવુ છે કે ઑનલાઈન ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે 75 જિલ્લાઓમાં ડિજિટલ બેંકિંગ એકમો સ્થાપવામાં આવશે. વળી, 5જી આ વર્ષે લૉન્ચ કરવામાં આવશે.

ઘટાડવામાં આવ્યો કૉર્પોરેટ ટેક્સ
11.કૉર્પોરેટ ટેક્સને 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે.
12. ડિજિટલ યુનિવર્સિટી, સેન્ટર ઑફ એક્સીલેન્સ ફૉર અર્બન પ્લાનિંગની સ્થાપના કરવામાં આવશે.
13. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે નવા ટેક્સ રિફૉર્મ લાવવાની યોજના છે. આવનારા 2 વર્ષમાં એસેસમેન્ટ વર્ષ સુધી અપડેટેડ આઈટીઆર સંભવ હશે.

રાજ્યોને મદદ માટે 1 લાખ કરોડ આપવામાં આવશે
14. ડિજિટલ કરન્સી(ક્રિપ્ટોકરન્સી) થી આવક પર 30 ટકા ટેક્સ લગાવવામાં આવશે.
15. વળી, રત્ન અને આભૂષણ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. રત્ન અને આભૂષણ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. વળી, નકલી જવેલરી પર પ્રતિ કિલો કસ્ટમ ડ્યુટી 400 રૂપિયા હશે.
16. રાજ્યોને મદદ માટે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. આમાં રાજ્યોને 50 વર્ષ માટે વ્યાજ વિના લોન પણ આપવામાં આવશે.