Budget 2022: નાણામંત્રી સીતારમણનુ એલાન, 60 લાખ નોકરીઓ સરકારનુ આગામી લક્ષ્ય
Union Budget 2022 : કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યુ છે કે સરકાર મોટાપાયે નોકરીઓ માટે કામ કરી રહી છે. મંગળવારે કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યુ કે સરકારનુ આગામી લક્ષ્ય 60 લાખ નોકરીઓ પેદા કરવાનુ છે. પીએમ ગતિ શક્તિ અર્થવ્યવસ્થાને આગળ વધારશે અને યુવાનો માટે વધુ નોકરીઓ અને તકોને જન્મ આપશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યુ કે આત્મનિર્ભર ભારત હેઠળ યુવાનોને 16 લાખ નોકરીઓ આપવામાં આવશે. પ્રોડક્શન લિંક્ડ ઈનસેંટીવ સ્કીમથી 60 લાખ નવી નોકરીઓની તકો ઉભી કરવામાં આવશે. આવતા પાંચ વર્ષોમાં આનાથી 60 લાખ રોજગારની તકો બનશે. સરકાર આ ઉપરાંત 30 લાખ અન્ય નોકરીઓની તકો પણ તૈયાર કરશે. સ્ટાર્ટઅપને પણ પ્રમોટ કરવામાં આવશે.
બજેટ આવતા 25 વર્ષ માટે એક આધાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ વિશે કહ્યુ કે આ બજેટથી ભારતને આગલા 25 વર્ષનો પાયો મળશે. વર્ષ 2022-23ના બજેટની જોગવાઈઓ માટે તેમણે ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપનનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. પીએમ ઈવિદ્યા હેઠળ નાણામંત્રીએ વન ક્લાસ, વન ટીવી ચેનલ કાર્યક્રમને વર્તમાન 12થી 200 ટીવી ચેનલો સુધી વિસ્તારનો પ્રસ્તાવ રાખ્યો છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારીના કારણે શિક્ષણ વ્યવસ્થાને થયેલા નુકશાનને જોતા આ પ્રકારનુ પગલુ લેવાની જાહેરાત કરી છે. જેથી ડિજિટલ શિક્ષણનો વિસ્તાર થઈ શકે. સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ છે કે નાગરિકોની સુવિધા માટે ઈ પાસપોર્ટ શરુ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે ઈ પાસપોર્ટ નાણાકીય વર્ષ 2022-23માં જાહેર કરવામાં આવશે.