For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023: સામાન્ય જનતાને રાહત, નવી કર વ્યવસ્થા હેઠળ 7 લાખ રુપિયા સુધીની આવક ફ્રી

બજેટમાં નાણામંત્રીએ સામાન્ય જનતાને મોટી રાહત આપીને નવી કર વ્યવસ્થા હેઠળ સાત લાખ રુપિયા સુધીની છૂટ આપી છે.

|
Google Oneindia Gujarati News

Budget 2023: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત પાંચમી વાર સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યુ. લોકસભાની ચૂંટણી પહેલા આ અંતિમ પૂર્ણ બજેટ છે. જેના તરફ માત્ર દેશની જ નહિ પરંતુ દુનિયાની નજર છે. બજેટમાં નાણામંત્રીએ સામાન્ય જનતાને મોટી રાહત આપીને નવી કર વ્યવસ્થા હેઠળ સાત લાખ રુપિયા સુધીની છૂટ આપી છે. તેમણે કહ્યુ કે વ્યક્તિગત આવકવેરામાં 7 લાખ રુપિયા સુધીની છૂટ આપવામાં આવી છે.

tax

નાણામંત્રી સીતારમણે વધુમાં કહ્યુ કે મે 2020માં 2.5 લાખ રુપિયાથી શરુ થતા 6 ઈન્કમટેક્સ સ્લેબ સાથે નવી વ્યક્તિગત વ્યવસ્થાની શરુઆત કરી. મે સ્લેબની સંખ્યા ઘટાડીને 5 અને આવકવેરા છૂટની સીમા વધારીને 3 લાખ રુપિયા કરીને આ શાસનમાં કર સંરચનાને બદલવાનો પ્રસ્તાવ કર્યો.

ટેક્સ સ્લેબમાં બદલાવ, જાણો કોણે કેટલો ટેક્સ ભરવો પડશે

  • 7 લાખ સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
  • પહેલા તેની મર્યાદા 5 લાખ રૂપિયા હતી.
  • 0 થી 3 લાખ સુધી કોઈ ટેક્સ નથી.
  • 3 થી 6 લાખની આવક પર 5% ટેક્સ
  • 6 થી 9 લાખ રૂપિયા સુધી 10% ટેક્સ
  • 9 થી 12 લાખ પર 15% ટેક્સ
  • 9 લાખ કમાતા વ્યક્તિએ માત્ર 45 હજાર રૂપિયા ટેક્સ ભરવાના રહેશે.

નાણામંત્રી સીતારમણે કેવાયસી પ્રક્રિયાને સરળ કરવાની પણ ઘોષણા કરી છે. આ સાથે તેમણે ડિજીલૉકરના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાત કહી છે. આ ઉપરાંત નાણામંત્રીએ એક આઈટી પોર્ટલ સ્થાપિત કરવાની વાત કહી છે. સીમા શુલ્કમાં 13 ટકા કરવાનો પ્રસ્તાવ છે. આવાસીય ક્ષેત્રની લોન માટે કલમ 54 અને કલમ 54એચ હેઠળ છૂટ આપવામાં આવી છે. ઑનલાઈન ટીડીએસમાં ઘટાડામાં કમી કરવામાં આવી છે.

English summary
Budget 2023: Income tax payers got big gift, rebate extended on income up to Rs. 7 lakhs in new tax regime
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X