Budget Session: આજથી શરૂ થઈ રહ્યુ છે બજેટ સત્ર, ખેડૂત આંદોલનના કારણે હોબાળાની સંભાવના
Budget Session Of Parliament Amidst Farmer Agitation From Today: નવી દિલ્લીઃ આજથી સંસદનુ બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે જેમાં જોરદાર હોબાળો થવાના અણસાર છે કારણકે કૃષિ કાયદા માટે જ્યાં ખેડૂતો રસ્તા પર છે ત્યાં બીજી તરફ સંસદની અંદર વિપક્ષ પણ આ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં લાગી છે. રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામનબી આઝાદે બજેટ સત્ર શરૂ થતા પહેલા જ પોતાના તેવર સ્પષ્ટ કરી દીધા છે. આઝાદે કહ્યુ કે વિપક્ષ 18 દળ 29 જાન્યુઆરીએ યોજાનાર રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે, આનુ મુખ્ય કારણ છે કૃષિ બિલોને સંસદમાં બળજબરીથી વિપક્ષ વિના પાસ કરાવવામાં આવ્યા છે.
આ વિપક્ષી દળોમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, નેશનલ કૉન્ફરન્સ, દ્રમુક, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, સપા, રાજદ, માકપા, ભાકપા, આઈયુએમએલ, આરએસપી, પીડીપી, એમડીએમકે, કેરણ કોંગ્રેસ(એમ), આમ આદમી પાર્ટી અને એઆઈયુડીએફ શામેલ છે. આ બધાએ દિલ્લીમાં ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની તપાસ કરાવવાની પણ માંગ કરી છે. જો કે વિપક્ષના બધા સવાલોના જવાબ આપવા માટે સરકાર પણ સંપૂર્ણપણે તૈયાર છે. સરકાર તરફથી ખેડૂત આંદોલન, ચીન સાથે સીમા વિવાદ અને અર્થવ્યવસ્થાના સવાલ પર વિપક્ષી હુમલાનો જવાબ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ખુદ આ સંદર્ભે સરકારનો પક્ષ રાખશે.
એક ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ
તમને જણાવી દઈએ કે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી થશે અને આ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પહેલો હિસ્સો 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી તો બીજો હિસ્સો 8 માર્ચથી 8 એપ્રિલ વચ્ચે હશે.
કોરોના ગાઈડલાઈન્સનુ થશે પાલન
ચોમાસા સત્રની જેમ બજેટ સત્રમાં પણ કોવિડ-19ના પ્રોટોકૉલનુ પાલન થશે. લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી પાંચ-પાંચ કલાકની શિફ્ટમાં સંચાલિત થશે. રાજ્યસભાની કાર્યવાહી સવારની શિફ્ટમાં અને લોકસભાની કાર્યવાહી સાંજની શિફ્ટમાં ચાલશે. બજેટ સત્રમાં પ્રશ્નકાળ આયોજિત થશે.
ડેનિયલ પર્લના હત્યારાની મુક્તિ પર પાકિસ્તાન પર ભડક્યુ US