For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓને આર્થિક રીતે સદ્ધર કરશે, આ બિઝનેશ આઇડિયા

|
Google Oneindia Gujarati News

ભારતીય મહિલાઓમાં સારી એવી બિઝનેસ સેન્સ હોય છે અને જ્યારે વાત આવે છે મલ્ટી ટાસ્કિંગની ત્યારે તો તે ભલભલા પુરુષોને પાછળ પાડે છે. અને આ કારણ છે કે આજે દેશની કેટલીક ટોપની કંપનીઓની સીઇઓ મહિલાઓ છે. અને તેમની અદ્ધભૂત સફળતાએ, તેમની કંપનીને નવી ઓળખ આપી છે. તો જો તમે પણ આર્થિક રીતે સદ્ધર થવા માંગતા હોવ અને તે પણ ઓછા રોકાણ સાથે તો અમે તમારી મદદ કરી શકીએ છીએ.

આપણા સમાજમાં તેવી અનેક મહિલાઓ છે જે ઘર છોડીને નોકરી નથી કરી શકતી તેમની સામાજિક જરૂરિયાતો તેમને તેમ કરતા રોકે છે. અમદાવાદના જ એક ટિફન સર્વિસ વાળા બેનની વાત કરું તો તેમના પતિની મૃત્યુ બાદ તેમના પર ઘર નિર્વાહ ચલાવાની જવાબદારી આવી ગઇ. પણ પોતાના બે નાના બાળકોને છોડીને નોકરી કરવા જવું તેમના માટે શક્ય નહતું. તો આ બહેને ઘરે જ ટિફિન સર્વિસ ખોલી લીધી. અને આ રીતે પરિવારને પણ સાચવ્યો અને પોતાના આત્મસન્માનને પણ.

ત્યારે આપણા ગુજરાતમાં આવી ધણી મહિલાઓ છે પોતાની કમાણીથી પતિને આર્થિક રીતે સહાયરૂપ બનાવા માંગે છે અને આવી જ કેટલીક મહિલાઓને મદદ કરવા અમે તેમના માટે કેટલાક બિઝનેસ આઇડિયા લાવ્યા છીએ. જે અપનાવીને તમે સ્વમાનથી કહી શકો છો કે "હું પણ હવે કમાઉ છું"

ત્યારે આ આર્ટીકલ જેટલો બની શકે તેટલો શેયર કરવા નમ્ર વિનંતી. કારણ કે આવા જ કેટલાક આઇડિયા કોઇ જરૂરિયાત મહિલાના જીવનને નવો ઉજાસ આપી તેની પગભર બનાવી શકે છે. તો વાંચો આ આર્ટીકલ જેમાં અમે ખાલી મહિલાઓને ધ્યાનમાં રાખીને બિઝનેસ આઇડિયા રજૂ કર્યા છે.

કૂકિંગ વીડિયો

કૂકિંગ વીડિયો

જો તમને ખાવાનું બનાવવાનો શોખ છે તો તમે એક સારા મોબાઇલથી પોતાનો એક વીડિયો બનાવીને યૂ-ટ્યૂબ પર અપલોડ કરો. જેટલા વધુ લોકો આ વીડિયોને જોશે તે મુજબ લાંબા ગાળે યૂટ્યૂબ તમારા વીડિયો પર એડ આપશે જેનો ફાયદો તમને થશે.

ફ્રીલાન્સિંગ રાઇટિંગ

ફ્રીલાન્સિંગ રાઇટિંગ

તમે જો સારી રીતે લખાણ દ્વારા પોતાની ભાવનાઓને લખી શકતા હોવ. નાના બાળકોની વાર્તા કે કોઇ લેખ લખી શકતા હોવ તો કોઇ મેગેઝિન, છાપા માટે ઘરે બેસીને આર્ટીકલ લખી શકો છો.

ટ્રાન્સલેશન

ટ્રાન્સલેશન

તમારી કોઇ ભાષા પર પકડ સારી હોય તો તમે અંગ્રેજી માંથી હિન્દી કે ગુજરાતી તેમ અનુવાદ કરી કમાણી કરી શકો છો. ઇન્ટરનેટ પર આવા ટ્રાન્સલેશનના પ્રોજેક્ટ સરળતાથી મળી રહે છે.

પ્રોજેક્ટ મેકર- હેલ્પર

પ્રોજેક્ટ મેકર- હેલ્પર

શાળાના બાળકોને આવારનવાર પ્રોજેક્ટ બનાવવાના આવતા હોય છે. અને દરેક મા-બાપ સારા પ્રોજેક્ટ બનાવી નથી શકતા. તો તમે બાળકો માટે પ્રોજેક્ટ બનાવીને તેમાંથી કમાણી કરી શકો છો.

ટ્યૂશન

ટ્યૂશન

તમે ઘરે ટ્યૂશન ક્લાસ આપી શકો છો. અને આસપાસના બાળકોને ભણાવી શકો છો.

કૂકિંગ ક્લાસ

કૂકિંગ ક્લાસ

જો તમને અલગ અલગ પ્રકારની કેક, કો અલગ અલગ વાનગીઓ બનાવતા આવડતું હોય તો તમે ઘરે કૂંકિક ક્લાસ ખોલી મહિલાઓ અને દિકરીઓને શીખવાડી શકો છો અને આ દ્વારા કમાણી કરી શકો છો. વળી યૂટ્યૂબમાંથી પણ અનેક નવી રેસિપી શીખી આવી જ રેસિપી બીજાને પણ શીખવી શકો છો.

વેબ ડિઝાઇનિંગ

વેબ ડિઝાઇનિંગ

જો તમે વેબ ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. તો ઘરે બેઠા ફિલાન્સીંગનું કામ કરીને તમે કંપનીઓને તમારી ક્રિએટીવી વેચી કમાણી કરી શકો છો.

એન્ટિંક આઇટમ સેલિંગ

એન્ટિંક આઇટમ સેલિંગ

આજકાલ ઇન્ટરનેટ પર ઓનલાઇન એન્ટિંક આઇટમ સેલ કરીને તમે ઘરે બેઠા કમાણી કરી શકો છો. વળી પોતાને પણ ક્વીલિંગ કે જ્વેલેરી મેકિંગ કરીને ઓનલાઇન તેનું વેચાણ કરી શકો છો. સ્નેપડિલ જેવી કંપનીઓ પણ તમારા આવા પ્રોડક્ટને વેચવા તૈયાર બેઠી છે.

હોબી ક્લાસ

હોબી ક્લાસ

જો તમને પેન્ટિંગ, ગિટાર જેવા કોઇ કળા આવડતી હોય તો તમે તેને તમારા ઘરે બેસીને બાળકોને શીખવાડી શકો છો અને આ દ્વારા કમાણી કરી શકો છો.

બર્થ ડે પ્લાનર

બર્થ ડે પ્લાનર

તમે તમારી કોલોનીના બાળકોની બર્થ ડે પાર્ટી અને બર્થ ડે થીમ તૈયાર કરી આપી શકો છો અને આ દ્વારા કમાણી કરાવી શકો છો. આ કામ વેડિંગ પ્લાનર જેવું જ છે.

મેકઅપ અને બ્યૂટી

મેકઅપ અને બ્યૂટી

જો તમને મેકઅપ અને બ્યૂટીશ્યનનું કામ સારી રીતે આવડતું હોય તો તમે પોતાના બ્યૂટીપાર્લર ખોલી શકો છો કે ઘરે જ લોકોને આવી સેવા આપી શકો છો. વળી હાલ સરકારે લધુ ઉદ્યોગની પોલિસીમાં પણ તેને સાંકળ્યો છે. ત્યારે આવી પોલિસે દ્વારા તમે તમારું બ્યૂટીપાર્લર બનાવવા માટે લોન લઇ શકો છો.

ઓનલાઇન સર્વે જોબ

ઓનલાઇન સર્વે જોબ

ઓનલાઇન સર્વે જોબ પણ એક સારો ઓપ્શન છે. ઘરે બેસીને ઓનલાઇન સર્વે કરીને તમે કમાણી કરી શકો છો. બસ તમને કોમ્પ્યૂરનું બેજિક નોલેજ હોવું જોઇએ.

ક્રાફ્ટ આઇટમ સેલિંગ

ક્રાફ્ટ આઇટમ સેલિંગ

તો તમને ધરેણા, હસ્તકળાની વિવિધ આઇટમો બનાવતા આવડતું હોય તો તેને બનાવીને આવી વસ્તુ વેચી કમાણી કરી શકો છો. વળી ઇન્ટરનેટ પર આવા અનેક વીડિયો યૂટ્યૂબ પર મળે છે જે તમને આવી નવી નવી વસ્તુઓ બનાવતા શીખવો તો આવું શીખે તેનું વેચાણ કરો અને કમાવો.

બુટિક

બુટિક

તમે પોતાના ઘરમાં બુટિક ખોલી શકો છો. ડ્રેસ મટિરીયલ અને કે સાડીનું વેચાણ કરી કમાણી કરી શકો છો. આ માટે વોટ્સઅપ પર પોતાનું એક ગ્રુપ પણ બનાવી શકો છો અને ઓનલાઇન સેલ કરીને પણ પોતાનો બિઝનેસ વધારી શકો છો. વળી તમને ડિઝાઇનિંગ આવડતી હોય તો પોતે કપડા બનાવીને વેચી શકો છો.

ફિટનેસ સેન્ટર

ફિટનેસ સેન્ટર

તમને યોગા આવડતું હોય તો પોતાના યોગા ક્લાસ ખોલી શકો છો. આ સિવાય હેલ્થ અને ફિટનેશ એક્સપર્ટ તરીકે કાં તો પોતાનું ફિટનેસ સેન્ટર ખોલીને કમાણી કરી શકો છો.

ડે કેર

ડે કેર

પોતાના ઘરમાં કે પછી કોઇ નાનકડી જગ્યા લઇને ત્યાં ડે કેર ખોલીને તમે બાળકોને સાચવી શકો છો. અને આ દ્વારા સારી કમાણી કરી શકો છો.

પેન્ટિંગ

પેન્ટિંગ

જો તમે યુનિક કે સારી પેન્ટિંગ કરતા હોવ તો પેન્ટિંગ બનાવી તેનું વેચાણ દ્વારા કમાણી કરી શકો છો. અને આ માટે ઓનલાઇન સેલિંગ સાઇટની પણ મદદ લઇ શકો છો.

ઇંટીરિયર ડિઝાઇનિંગ

ઇંટીરિયર ડિઝાઇનિંગ

તમને ઘર સજાવટનું કામ ગમતું હોય તો તમે ઇન્ટીરીયર ડિઝાઇનર તરીકે તમારી સેવા આપીને લોકોના ઘરને સુંદર રીતે સજાવીને કમાણી કરી શકો છો.

રેસ્ટોરન્ટ

રેસ્ટોરન્ટ

જો તમને થોડો રેસ્ટોરન્ટનો પ્રારંભિક અનુભવ છે તો તમે પોતાનું એક રેસ્ટોરન્ટ ખોલી શકો છો. આ એક તેવા બિઝનેસ છે જેમાં મોટે ભાગે મંદી આવવાની શક્યતા ઓછી છે.

ટિફિન સર્વિસ

ટિફિન સર્વિસ

તમે વધુ માણસોની રસોઇ કરી શકતા હોવ તો તમે પોતાની ટિફિન સર્વિસ ખાલી શકો છો. આજે 10 ડબ્બાથી શરૂ કરેલી શરૂઆત કાલે એક મોટી બિઝનેસ કંપની બની શકે છે.

વીમા એજન્ટ

વીમા એજન્ટ

જો તમને માર્કેટિંગ આવડતું હોય તો તમે વીમા કંપનીના ઇન્સ્યોરન્સ એજન્ટ બની ઘરે બેઠા કમાણી કરી શકો છો.

English summary
How to do small business, get some ideas here. We are giving ideas specially for housewives. Here are some business ideas for women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X