• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Business : આ યુવાનો છે ભારતના વેપારનું ભવિષ્ય...

|

ભારતના જાણીતા વેપારીઓના બાળકો હાલ તેમની ઉંમરના તે પડાવ પર આવીને ઊભા છે. જ્યાં તેઓ પોતે નવા વેપારને શરૂ કરી રહ્યા છે અને સાથે જ ભારતના વેપાર જગતમાં પોતાના નવા પગલાં પાડીને નવસર્જન કરી રહ્યા છે. આ લોકોના માતા કે પિતાએ ભારતના વેપાર જગતામાં 30 થી 35 વર્ષ રાજ કર્યું છે. અને તેમની આવનારી પેઢી પણ આવી જ રીતે પિતાના વેપારને આગળ લઇ જનારી સાબિત થવાની છે. તો મળો અહી ભારતની આવનારી પેઢીના બિઝનેસ ટાયકૂનને. જે કંઇ પણ કહો પણ આ યુવા બિઝનેસમેન અને બિઝનેસવૂમન આવનારા બિઝનેસ ટાયકૂન બનવાનો પાવર ધરાવે છે. જાણો આ અંગે વધુ વિગતવાર અહીં...

ઇશા અને આકાશ અંબાણી

ઇશા અને આકાશ અંબાણી

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રી ઇશા અને આકાશ અંબાણીનું. આ બન્નેની ઉંમર 25 વર્ષની છે. ઇશા અને આકાશે રિલાયન્સ જીયો ઇન્ફોકોમ લિમિટેડ અને રિલાયન્સ રિટેલ વેચર્સ લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટનો ભાગ છે. તેમના પિતા 42 અરબ ડોલરના માલિક છે. અને આવનારા સમયમાં આ બન્ને જણા પણ વેપાર ક્ષેત્રે ઊંચી ઊંચાઇ આંબવાના છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

રોશની નાડર

રોશની નાડર

ભારતના અરબપતિનો દીકરીઓના લિસ્ટમાં રોશની નાડરનું નામ પણ ભારે ગર્વથી લેવામાં આવે છે. તેણે ભારતના જાણીતા અરબપતિ શિવ નાડરની સુપુત્રી છે. હાલ તે 5 અરબ ડોલરની ટેક કંપની HCL ગ્રુપની સીઇઓ છે. રોશનીએ સ્કાઇ ન્યૂઝ યૂઝે ન્યૂઝમાં પ્રોડ્યૂસર તરીકે કામ કરી 2008માં ભારત આવી અને તેણીએ અહીં પોતાના પિતાનો વ્યવસાય સંભાળ્યો. આ સિવાય તે પોતાના પિતા શિવ નાડર ફાઉન્ડેશનના એજ્યુકેશન ઇનિશટિવને પણ જુએ છે.

અદાર સાઇરસ પૂનાવાળા

અદાર સાઇરસ પૂનાવાળા

અદાર પોતાની પિતાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ છે. તેમની ઉંમર 35 વર્ષની છે. અને સાથે જ તે ભારતના સાતમાં સૌથી પૈસાદાર વ્યક્તિ છે. અદાર પૂનાવાલા વેસ્ટમિસ્ટર વિશ્વવિદ્યાલય યુકેથી બિઝનેસ મેનેજમેન્ટનું ભણ્યાં છે. જે બાદ તેમણે પિતાની સાઇરસ પૂનાવાલાની સીરમ ઇસ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા લિમિટેડનું કામ કાજ સંભાળ્યું છે. આ સમયે આ કંપનીનો વેપાર 140 દેશોમાં ફેલાયેલો છે. સાથે જ તે દુનિયાની ત્રીજી સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે.

કેવિન ભારતી મિત્તલ

કેવિન ભારતી મિત્તલ

કેવિન ભારતીય મિત્તલ, જેમની ઉંમર છે 28 વર્ષની. તે સુનીલ મિત્તલના પુત્ર છે. કેવિનને વેપારના ગુણ તેમના પિતાની મળ્યા છે. તેમણે 20 વર્ષની ઉંમરે જ એપશાર્ક કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની મોબાઇલ એપ્લિકેશન ડિઝાઇન કરે છે. 2012માં કેવિનને ઇસ્ટંટ મેસેજિંગ એપ હાઇકની સ્થાપના કરી હતી. હાલ 20 મિલિયન લોકો તેને ઉપભોક્તા છે.

આનંદ પિરામલ

આનંદ પિરામલ

અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ 31 વર્ષની ઉંમરે તેમના પિતાનો વેપાર સંભાળવાનું શરૂ કર્યું હતું. હેલ્થ કેયર, ગ્લાસ મેકિંગ, ફંડ મેનેજમેન્ટનો 4 અરબ ડોલરનો વેપાર છોડી આનંદ પિરામલે પિરામલ રિયલ્ટીની સ્થાપના કરી. અને તેને મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં ફેલાવ્યું.

અનન્યાશ્રી બિરલા

અનન્યાશ્રી બિરલા

અનન્યાશ્રી બિરલા જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી તેમમે પોતાનું ભણતર પૂર્ણ કર્યું છે. તે પછી તેણીએ પોતાના પિતાની કંપનીમાં માઇક્રોલોન ડિવિઝન સંભાળ્યો છે. ઉલ્લેખનીય છે કે તેણીએ પોતે જ આ ડિવિઝનની શરૂઆત કરી છે. સાથે જ આ પ્રોજેક્ટ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ કરવા પણ માંગે છે. ઉલ્લેખનીય છે કે તેણીએ પોતે જ સ્વતંત્ર રીતે આ કંપની ચલાવે છે અને 20 જેટલા જિલ્લામાં તેની શાખા છે જ્યાં 100થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

English summary
As Indias richest men hit their 60s and beyond, succession questions about the next generation of tycoons will increasingly emerge in a country where business is still dominated by family-run enterprises.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more