આ 4 જગ્યાએથી માત્ર 1 રૂપિયામાં સોનું ખરીદો, જાણો શું છે પ્રોસેસ
સોનુ ખરીદવું એ ભારતીયો માટે શુભનું પ્રતીક હોય છે, પરંતુ સોનાના ભાવમાં વધારો થવાને લીધે, લોકો સોનું ખરીદવામાં અચકાતા હોય છે. સોનાની વધતી જતી કિંમતને ધ્યાનમાં રાખીને, ઑનલાઇન મોબાઇલ વૉલેટ કંપનીઓએ લોકોને શ્રેષ્ઠ તક આપી છે, જ્યાં તમે ઘરે બેઠા સોનાની ખરીદી શકો છો. તમારે ક્યાંય જવાની જરૂર નથી અને ના મોટી રકમ ખર્ચવાની જરૂર છે.
ઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક

1 રૂપિયામાં ખરીદો સોનુ
તમારી પાસે ડિજિટલ ફૉર્મમાં સોનુ ખરીદવાની સુવિધા આવી ગઈ છે. તમે તમારા સ્માર્ટફોનથી શુદ્ધ સોનુ ખરીદી શકો છો. આ સોનું શુદ્ધ હોવાની સાથે સાથે તમારી માટે ફિજિકલ ગોલ્ડ કરતા વધુ સુરક્ષિત પણ છે, કારણ કે તેને તમારા ઘરના લૉકરમાં અથવા બેંક લૉકરમાં મુકવાની જરૂર નથી. એટલું જ નહીં, તમારે અહીંથી સોનું ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. તમે જેટલી કિંમતનું ઈચ્છો તેટલું સોનું તમે ખરીદી શકો છો. પછી તમે ઈચ્છો તો ફક્ત એક રૂપિયાનું સોનું ખરીદી શકો છો.

ક્યાંથી ખરીદવું માત્ર એક રૂપિયામાં સોનું
તમે ઘરે બેઠા સોનાની ખરીદી કરી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા ફોનમાં એપને ડાઉનલોડ કરવાની જરૂર છે. આ એપની મદદથી તમે ઘરે બેઠા 24 કેરેટ શુદ્ધ સોનાની ખરીદી કરી શકો છો. તમે ગૂગલ પે (Google Pay), પીએટીએમ (Paytm), ફોન પે (Phone Pe) અને મોબીવિક (Mobiwik) એપની મદદથી ઘરે બેઠા સોનું ખરીદી શકો છો. તમે ગૂગલ પે એપના બિઝનેસ સેક્શનમાં ગોલ્ડ વૉલ્ટ પર જઈને સોનુ ખરીદી શકો છો. તમે ગૂગલ પે દ્વારા કરવામાં આવતા સામાન્ય ટ્રાન્ઝેક્શન્સની જેમ સોનાની ખરીદી કરતી વખતે પૈસાનું ટ્રાંઝેક્શન કરી શકો છો. તમે અહીં સીનું ખરીદી શકો છો તેમજ વેચી પણ શકો છો.

પેટીએમ ઓફર આપી રહ્યું છે
તમે પેટીએમથી પણ સોનું ખરીદી શકો છો. તમે ડિજિટલ ગોલ્ડની ખરીદી સાથે સાથે તેને વેચી પણ શકો છો અને જો તમે ઇચ્છો તો, તમે તેને ફિજિકલ ફૉર્મ એટલે કે અસલી સોનામાં ડિલિવરી પણ કરાવી શકો છો. તથા ફોન પે દ્વારા પણ ડિજિટલ ગોલ્ડનું ફિજિકલ ફૉર્મમાં ડિલિવરી મેળવી શકો છો, જ્યારે મોબીવિક એપ પણ તમને ડિજિટલ ગોલ્ડની ખરીદી અને વેચાણની સાથે સાથે ફિજિકલ ગોલ્ડની ડિલિવરીનો ઓપ્શન પણ આપે છે.