ટીવી જોનારાને ઝટકો, કેબલ ઓપરેટરો બંધ કરશે સેટ-ટોપ બોક્સ, જાણો કારણ
ટીવી જોનારાઓને ટૂંક સમયમાં ઝટકો લાગવાનો છે. આવનારા થોડા દિવસોમાં ટીવી જોવાના નિયમોમાં બદલાવ આવી શકે છે. ટ્રાઈએ ચેનલ્સના રેટ અંગે નવા નિયમ જાહેર કરી દીધા છે કે જે 31 જાન્યુઆરી બાદ લાગુ થઈ જશે. વળી, કેબલ ઓપરેટર્સ તમારા સેટ-ટોપ બોક્સ બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. 31 જાન્યુઆરી બાદ તમારા ટીવી જોવા પર રોક લગી શકે છે.

બંધ થઈ જશે તમારુ કેબલ
વાસ્તવમાં સરકારના આદેશાનુસાર બધા ગ્રાહકો માટે કેવાયસી કરાવવુ એટલે કે નો યોગ કસ્ટમર કરાવવુ જરૂરી છે. એવામાં કેવાયસી નહિ કરાવનાર ગ્રાહકોના ટીવી સેટ-ટોપ બોક્સ બંધ કરી દેવામાં આવશે. આવા ગ્રાહક જેમણે અત્યાર સુધી પોતાના કેવાયસી નથી કરાવ્યા, કેબલ ઓપરેટર્સ તેમના એસએમએસ મોકલીને પોતાનું કેવાયસી કરાવવા માટે એલર્ટ કરી રહ્યા છે.

શું છે સરકારના નિયમ
સરકારે સ્પષ્ટ કર્યુ છે કે ટીવી જોનારા ગ્રાહકો માટે પોતાનું કેવાયસી કરાવવુ અનિવાર્ય છે. જેના માટે તેમણે પોતાના આધાર, વોટર આઈડી કાર્ડ કેબલ ઓપરેટર્સ પાસે જમા કરાવવાનું રહેશે. સરકારે આની ડેડલાઈન 31 જાન્યુઆરી સુધી નક્કી કરી છે. આ ડેડલાઈન બાદ એ ગ્રાહકોના સેટ ટોપ બોક્સ બંધ કરી દેવામાં આવશે જે પોતાનું કેવાયસી કરાવવામાં નિષ્ફળ જશે.

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરી બાદ ટીવી ચેનલ્સના પેક ખરીદીને જ ટીવી જોઈ શકાશે. એટલે કે તમારે તમારુ પેક પસંદ કરવાનું રહેશે અને તે જ પેકના હિસાબે પેમેન્ટ કરવાનું રહેશે. વળી પોતાનુ કેવાયસી પણ જરૂરથી અપડેટ કરાવવાનું રહેશે. કેવાયસી અપડેટ કરાવવા માટે તમારે પોતાના કેબલ ઓપરેટર્સનો સંપર્ક કરવાનો રહેશે. તમે સેટ ટોપ બોક્સ પર લખેલો VCNO નંબર અને પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી ઓનલાઈન પણ આને અપડેટ કરાવી શકો છો. જો તમે માત્ર DEN ના ગ્રાહક છો તમે https://caf.denonline.in/ પર જઈન VCNO નંબર મેળવી શકો છો. વળી, તમારે VCNO નંબર સાથે પોતાની ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. આને ભર્યા બાદ તમારે સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો કેવાયસી અપડેટ થઈ જશે.
આ પણ વાંચોઃ પીએમ મોદીના ઈન્ટરવ્યુને ભાજપના શત્રુએ ગણાવ્યો ફિક્સઃ 'સર હવે પ્રેસ કોન્ફરન્સ કરો'