For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉલમાર્ટ ફ્લિપકાર્ટ ડીલના વિરોધમાં 28 સપ્ટેમ્બરના રોજ ભારત બંધ કરશે વેપારીઓ

વૉલમાર્ટ ફ્લિપકાર્ટ ડીલ અને રિટેલમાં એફડીઆઇના વિરોધમાં ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટના વેપારીઓના સંગઠન કૉન્ફેડરેશન ઓફ ઓર્ગેનાઇઝેશન આગામી 28 સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી ભારત વેપાર બંધ માટે પડકાર આપ્યો છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વૉલમાર્ટ ફ્લિપકાર્ટ ડીલ અને રિટેલમાં એફડીઆઇના વિરોધમાં ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટના વેપારીઓના સંગઠન કૉન્ફેડરેશન ઓફ ઓર્ગેનાઇઝેશન આગામી 28 સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી ભારત વેપાર બંધ માટે પડકાર આપ્યો છે. આ ડીલની વિરુદ્ધ વ્યાપક સમર્થન મેળવવા અને રિટેલમાં એફડીઆઈ નામંજૂર કરવાની માંગને લઈને 15 સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી વેપારીઓની એક રાષ્ટ્રીય રથ યાત્રા શરૂ કરવામાં આવશે.

16 ડિસેમ્બરે દિલ્હીમાં એક ઐતિહાસિક રાષ્ટ્રીય વેપારી રેલી થશે તથા રેલીમાં એક વેપારી ચાર્ટર પણ રજુ કરશે. તમને જણાવીએ કે આ નિર્ણય રવિવારે નાગપુરમાં કેટના વાર્ષિક અધિવેશનમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. આ અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના લગભગ 200 થી વધુ વેપારી નેતાઓએ ભાગ લીધો હતો.

ડીલથી રિટેલ બિઝનેસ પર થશે અસર

ડીલથી રિટેલ બિઝનેસ પર થશે અસર

કેટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલએ કહ્યું કે સમગ્ર દેશના વેપારી વૉલમાર્ટ ફ્લિપકાર્ટ ડીલ સામે ઉશ્કેરાયેલા અને ઉત્તેજિત છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે આ ડીલ સીધા સરકાર દ્વારા વર્ષ 2016 માં શરૂ પ્રેસનોટ 3 નું ઉલ્લંઘન છે. વૉલમાર્ટ ફ્લિપકાર્ટનું આ સંયુક્ત ગઠબંધન દેશના રિટેલ વેપાર પર ઈ-કોમર્સ મારફતે નિયંત્રણ અને એકાધિકારનો છુપો એજન્ડો છે. આ ડિલથી દેશના રિટેલ બિઝનેસમાં સમાન બિઝનેસ તકોનો અંત આવશે અને બીજી બાજુ સ્પર્ધા પણ સમાપ્ત થશે.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી બચાવી શકાય

ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી બચાવી શકાય

કેટના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું કે આ મુદ્દાની ગંભીરતા અને વેપારીઓના અસ્તિત્વના પ્રશ્નને ધ્યાનમાં રાખીને દેશભરના અગ્રણી વેપારી નેતાઓને 28 સપ્ટેમ્બરે ભારતના વેપાર બંધ કરવાની અપીલ કરી છે. સરકાર પાસે એવી માગણી કરી છે કે તેઓ આ બાબતે હસ્તક્ષેપ કરે અને દેશને ફરી એક ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી બચાવે. ભારત વેપાર બંધ દરમિયાન દેશના તમામ બિઝનેસ મથકો અને બજારો બંધ થઈ જશે અને સમગ્ર દેશમાં કોઈ વ્યવસાય થશે નહીં.

રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલી

રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલી

દેશના વિવિધ ભાગોના બજારોમાં વેપારી વિરોધ માર્ચ કાઢશે. કેટ આગામી 15 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના એક રાષ્ટ્રીય વેપારી રથયાત્રા શરૂ કરશે જે 16 મી ડિસેમ્બરે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલીમાં સમાપ્ત થશે. સમગ્ર દેશની વ્યાપાર સંસ્થાઓ અને વેપારીઓ રથયાત્રા અને રેલીમાં સામેલ થશે.

English summary
Cait Declared Bharatband On 28 September Against Walmart-Flipkart Deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X