1 એપ્રિલથી કાર ખરીદવી મોંઘી થશે, ઑટો કંપનીઓએ વધારી કિંમત
નવા ફાઈનાન્સિયલ વર્ષના પહેલા દિવસે એટલે કે 1 એપ્રિલથી કાર ખરીદવી મોંઘી થઈ જશે. ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા જેવી મોટી કંપનીઓએ કારની કિંમતોમાં વધારો કરવાની ઘોષણા કરી છે. ટાટા મોટર્સની કારના ભાવમાં 25000 રૂપિયાનો વધારો થઈ શકે છે. ટાટા મોટર્સના જે મોડેલની કિંમતમાં વધારો થઈ શકે છે તેમાં ટિયાગો, હેક્સા, ટિગોર, નેક્શન અને હેરિયર મુખ્ય છે. ટાટા મોટર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે લાગત ખર્ચ વધતાં અને બાહ્ય આર્થિક પરિસ્થિતિઓને કારણે તેઓ કિંમત વધારી રહ્યા છે.
ટાટા મોટર્સના પ્રેસિડેન્ટ મયંક પારેખે કહ્યું કે માર્કેટ કંડીશન્સમાં બદલાવ, ઈનપુટ કોસ્ટમાં વધારો તથા અન્ય બાહરી આર્થિક કારણોસર કિંમતોમાં વધારો કરવા પર અમારે વિચાર કરવો પડ્યો છે. મયંકે કહ્યું કે, "ટિયાગો, હેક્સા, ટિગોર, નેક્શ અને હૈરિયર જેવી અગ્રણી પ્રોડક્ટ્સના સેગમેન્ટવાળા મજબૂત પોર્ટફોલિયોની મદદથી આગામી મહિનામાં અમે ભાવ વધારો કરશું." જણાવી દઈએ કે ટાટા મોટર્સે ટાટા મોટર્સની હાલ નેનોથી લઈ પ્રીમિયમ એસયૂવી હેક્સા જેવી કાર વેચે છે જેની કિંમત 2.36 લાખ રૂપિયાથી 18.37 લાખ રૂપિયા સુધી છે.
લગભગ 45 અબજ ડોલરની ગ્લોબલ ઓટો કંપની ટાટા મોટર્સે પહેલા જ જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા પણ એપ્રિલથી પોતાના સિલેક્ટેડ મોડેલની કિંમત વધારવાનું એલાન કરી ચૂકી છે. જેએલઆર પોતાના મોડેલ્સની કિંમતમાં 4 ટકા સુધીનો વધારો કરશે. જો કે કંપનીએ હજુ સુધી આ મોડેલનું નામ નથી જણાવ્યું. કંપની મુજબ મોંઘવારીને ભાવ વધારાનું કારણ જણાવ્યું છે. અગાઉ ટોયોા મોટર્સે પણ પોતાના તમામ મોડલ્સની કિંમતમાં ભાવ વધારાનું એલાન કર્યું હતું. કંપની મુજબ કાચા માલની કિંમતમાં વૃદ્ધિને પગલે આ ફેસલો લીધો છે.
બંધ થઇ રહી છે ગૂગલની આ સર્વિસ, જલ્દી તમારા ડેટા ડાઉનલોડ કરી લો