For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBDTએ AARની ફી રૂપિયા 10000થી વધારીને રૂપિયા 10 લાખ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ડિસેમ્બર : ભાજપ સરકારના ભારતમાં જ ઉત્‍પાદન કરવાના મેક ઈન ઇન્‍ડિયા કેમ્‍પેનના આલાપ વચ્‍ચે સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્‍ટ ટેક્‍સીસ (સીબીડીટી)એ 28મી નવેમ્‍બરે સરક્‍યુલર બહાર પાડીને ઓથોરિટી ઓન એડવાન્‍સ રૂલિંગ(AAR)ની ફી રૂપિયા 10,000થી વધારીને રૂપિયા 10 લાખ કરી છે.

આ તોતિંગ વધારાથી વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ અને ઉત્‍પાદન કરવાથી વિમુખ થઈ જાય તેવી સ્‍થિતિ ઊભી થઈ છે. સીબીડીટીએ ઓથોરિટી ઓન એડવાન્‍સ રૂલિંગ ની ફીમાં 100 ગણો વધારો કરતા ભારતથી વિદેશ માલની નિકાસ કરતા વેપારીઓને પણ મોટો ફટકો પડે તેવી સ્‍થિતિ ઊભી થઈ છે.

tax-3

સીબીડીટીએ છેલ્લે 1 જુલાઈ 2012ના રોજ ફેરફાર કરીને રૂપિયા 2500ની ફી વઘારીને તમામ કેસ માટે રૂપિયા 10,000 કરી હતી. હવે સીબીડીટીએ 28મી નવેમ્‍બરે સરક્‍યુલર જારી કરીને આ ફી રૂપિયા 10000થી વધારીને રૂપિયા 2 લાખથી રૂપિયા 10 લાખ જેટલી કરી છે.

આ કારણે રૂપિયા 100 કરોડ કરતા ઓછું ટ્રાન્‍ઝેકશન હશે તે કંપનીઓને AARમાં કેસ દાખલ કરવા રૂપિયા 2 લાખની ફી, રૂપિયા 100 કરોડથી રૂપિયા 300 કરોડનું ટ્રાન્‍ઝેક્‍શન ધરાવતી કંપનીનેરૂપિયા 5 લાખ અને રૂપિયા 300 કરોડથી વધુનું ટ્રાન્‍ઝેક્‍શન હોય તો કેસ દાખલ કરવા રૂપિયા 10 લાખની ફી ભરવી પડશે.

જો કે વિદેશી કંપનીઓ સાથે વ્‍યવહાર કરતા ભારતના ચેરિટેબલ ટ્રસ્‍ટો, સરકારી નિગમો, હોસ્‍પિટલો વગેરે એકમોને AARની ફીમાં ઝીંકાયેલા વધારાનો બોજ સહન કરવો પડશે નહિં. સીબીડીટીએ ગેઝેટમાં આવા એકમોના નામ પ્રકાશિત કરવાની સૂચના આપી છે. સરકારના ગેઝેટમાં નામ પ્રકાશિત થયા હોય તેવા એકમોએ AARને રૂપિયા 10000ની ફી જ આપવી પડશે.

English summary
CBDT increased AAR fee from Rs 10000 to Rs 10 lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X