For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM આવાસ યોજના હેઠળ બનશે સવા 6 લાખ સસ્તા ઘર, કેન્દ્રની મંજૂરી

વડાપ્રધાનની આવાસ યોજનાથી સંબંધિત એક વિશેષ સમાચાર છે

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાનની આવાસ યોજનાથી સંબંધિત એક વિશેષ સમાચાર છે, જેના અંતર્ગત તમને જણાવી દઈએ કે કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ બાબતોના મંત્રાલયએ વડાપ્રધાનની આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં સવા 6 લાખથી વધુ નિવાસી મકાનો બનાવવા માટે સંમતિ આપી દીધી છે. જી-ન્યૂઝની રિપોર્ટ અનુસાર, આ યોજના હેઠળ બાંધકામ માટે મંજૂર કરેલ આવાસની સંખ્યા અત્યાર સુધીમાં 60 થી વધુ થઇ ગઈ છે.

વિવિધ રાજ્યોના પ્રસ્તાવોને મળી મંજૂરી

વિવિધ રાજ્યોના પ્રસ્તાવોને મળી મંજૂરી

મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર કેન્દ્રીય મંજુરી અને દેખરેખ સમિતિની બુધવારે યોજાયેલી 38મી મીટિંગમાં વિવિધ રાજ્યો માટે સૂચિત સસ્તા આવાસ યોજના હેઠળ આવાસની સંખ્યામાં વધારો કરતા 6,26,488 મકાનોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ માટે 2,34,879 મકાનો અને આંધ્રપ્રદેશ માટે 1,40,559 મકાનોને મંજૂરી આપવામાં આવી છે.

નવી આવાસ પરિયોજનાના પણ પ્રસ્તાવ થયા પેશ

નવી આવાસ પરિયોજનાના પણ પ્રસ્તાવ થયા પેશ

આ મીટિંગમાં 11 રાજ્યોએ નવી આવાસ પરિયોજનાઓ માટેની દરખાસ્તો પણ રજૂ કરી. યોજના હેઠળ અત્યાર સુધીમાં 60,28,608 મકાનોના બાંધકામ માટે મંજૂરી મળી ચુકી છે. જણાવી દઈએ કે બેઠકમાં સમિતિએ મધ્યપ્રદેશ માટે 74,631, બિહાર માટે 50,017, ગુજરાત માટે 29,185, મહારાષ્ટ્ર માટે 22,265 અને તમિલનાડુ માટે 20,794 મકાનોના નિર્માણ માટે સમિતિએ મંજૂરી આપી દીધી છે.

કેરળ માટે જારી થઇ આવાસ નિર્માણની રકમ

કેરળ માટે જારી થઇ આવાસ નિર્માણની રકમ

આ ઉપરાંત કેરળમાં પૂરથી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, મંત્રાલયે રાજ્ય માટે મંજૂર કરેલ આવાસ યોજનાની પ્રથમ અને બીજા હપ્તા રૂપમાં 486.87 કરોડ રૂપિયાની રકમ જારી કરી છે. મંત્રાલયે કેરળ સરકારને શક્ય તેટલી વહેલી તકે નવી આવાસ યોજનાઓના નિર્માણ માટેના પ્રસ્તાવો રજૂ કરવાની પણ સલાહ આપી છે.

ગાઝિયાબાદ માટે પણ સોગાત

ગાઝિયાબાદ માટે પણ સોગાત

તમને જણાવીએ કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં મધુવન બાપુધામ અને મસૂરીમાં નિર્માણ થવાના ભવનો માટે કેન્દ્રીય અને રાજ્ય સરકારની હિસ્સેદારીને રિલિઝ કરવામાં આવી છે. મધુવન બાપુધામની 856 ભવનોના સંદર્ભમાં કેન્દ્રીય સરકારે 5.13 કરોડ રૂપિયા રિલિઝ કર્યા હતા. હવે એવી અપેક્ષા છે કે યોજના હેઠળ ભવનોનું બાંધકામ શરૂ થશે.

English summary
Central Approves Construction Of 6 Lakh Houses Under PMAY.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X