7મુ પગારપંચઃ બજેટ પહેલા અને પછી કેન્દ્રીય કર્મચારીઓને મળશે ડબલ ખુશખબરી
7માં પગારપંચ હેઠળ પગાર વધારાની રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓની આશાઓ બજેટ પર ટકી છે. 1 ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર પોતાનુ સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટથી કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે તેમના પગારમાં વધારો થશે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો યુનિયન બજેટ 2020 પહેલા અને બાદમાં કેન્દ્રીય કર્મચારીઓને ખુશખબરી મળી શકે છે.

બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે આ ખુશખબરી
બજેટ 2020 પહેલા કર્મચારીઓના પગારમાં વધારો થશે. બજેટ પહેલા અને બજેટ બાદ સરકાર તરફથી જે ઘોષણાઓ કરવામાં આવી શકે છે જેની અસર તમારા પગાર પર પડશે. રેલવે કર્મચારીઓનુ લઘુત્તમ વેતન વધારવામાં આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા માટે પણ એલાન સંભવ છે. માનવામાં આવી રહ્યુ છે કે ડીએમાં વધારાની ઘોષણા કોઈ પણ સમયે થઈ શકે છે.

બજેટ બાદ મળશે આ ખુશખબરી
બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓને ખુશખબરી મળવાની આશા ખૂબ જ ઓછી છે. નાણા મંત્રાલયના સૂત્રોની માનીએ તો 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ થતા પહેલા ડીએમાં વધારાનુ એલાન થઈ શકે છે તો વળી, 7માં પગારપંચ હેઠળ રેલવે કર્મચારીઓના પગારમાં વધારાનુ એલાન બજેટ બાદ થઈ શકે છે. સેલેરી વધારાના એલાનથી કેન્દ્રીય કર્મચારીઓનુ લઘુત્તમ વેતન વધીને 21,000 રૂપિયા કરવામાં આવી શકે છે. પરંતુ બેઝિક સેલેરી 21,000 રૂપિયા સુધી કરવાની સંભાવના માત્ર ભારતીય રેલવેના કર્મચારીઓ માટે છે.

સેલેરીમાં 10000 રૂપિયા સુધીના વધારાની સંભાવના, લઘુત્તમ સેલેરી 21000 સુધી
નાણા મંત્રાલયના સૂત્રો મુજબ બજેટ પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવી શકે છે. કર્મચારીઓની સેલેરીમાં ડીએના વધારાને કારણે 720 રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધીનો વધારો થશે. આ વધારો કર્મચારીઓની રેંકિંગના આધારે હશે. વળી, સમાચાર એ પણ આવી રહ્યા છે કે કે બજેટ બાદ સરકાર લઘુત્તમ સેલેરીમાં વધારો કરી લાખે કેન્દ્રીય કર્મચારીઓનીલાંબી આતુરતાને ખતમ કરી શકે છે. કેન્દ્રીય કર્મચારી લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમની બેઝિક સેલેરી 18,000થી 26,000 કરવામાં આવે. વળી, ફિટમેન્ટ ફેક્ટર પણ 2.57 ટકાથી 3.68 ટકા કરવાની માંગ છે.
આ પણ વાંચોઃ ભારતના 1% લોકો પાસે આખા દેશના બજેટથી પણ વધુ પૈસા, વધ્યુ અમીરી-ગરીબી વચ્ચેનુ અંતર