• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચંદા કોચરે આપ્યું રાજીનામું, સંદીપ બક્ષી બનશે ICICIના નવા CEO

|

નવી દિલ્હીઃ ICICI બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે. બેંકે ગુરુવારે જણાવ્યું કે ચંદા કોચરની વહેલા રિટાયરમેન્ટની વિનંતી બેંકે મંજૂર કરી રાજીનામું સ્વીકારી લીધું છે. જણાવી દઈએ કે વીડિયોકોન લોન મામલે ચંદા કોચર વિવાદોમાં ફસાયાં હતાં. જાણકારી મુજબ ચંદા કોચરની જગ્યાએ સંદીપ બક્ષી ICICIના નવા સીઈઓ અને એમડી બનશે. એમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. બેંકુ મુજબ ચંદા કોચર વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પર આનાથી કોઈ અસર નહિ પડે. આ સમાચાર બાદ ICICI બેંકના શેરમાં તેજીનો રૂખ જોવા મળ્યો છે. બેંકનો શેર 3 ટકાના વધારા સાથે 313 રૂપિયા પર પહોંચી ગયો છે.

ચંદા કોચર પર આરોપ હતો કે વીડિયોકોન ગ્રુપને લોન આપતી વખતે તેમણે ગેરરીતિ દાખવી હતી અને ખોટી રીતે ખાનગી લાભ મેળવ્યો. આ મામલે ચંદા કોચરના પતિ દીપક કોચરનું પણ નામ સામે આવ્યું છે. આ મામલો સામે આવ્યા બાદ 19 જૂન 2018થી જ ચંદા કોચરને રજા પર મોકલી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આઈસીઆઈસીઆઈ બેંક અને વીડિયોકોન ગ્રુપના રોકાણકાર અરવિંદ ગુપ્તાએ ચંદા કોચર પર આરોપ લગાવ્યો હતો કે કોચરે વીડિયોકોનને કુલ 2350 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવાના બદલામાં ખોટી રીતે ખાનગી લાભ હાંસલ કર્યો. જે બાદ બેંકના સીઈઓ અને એમડી ચંદા કોચર તથા તેના પતિની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ICICI સિક્યોરિટીનો શેર પણ 1.75 ટકા વધી ગયો છે. બેંકના બોર્ડે ચંદા કોચરનું રાજીનામું સ્વીકારી લીધું છે. ICICI બેંકે કહ્યું કે ચંદા કોચરને બેંકની તમામ સહયોગી કંપનીઓના બોર્ડની જવાબદારીઓમાંથી મુક્ત કરી દેવામાં આવી છે. આ પણ વાંચો- શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો, રૂપિયો પણ 91 પૈસા કમજોર

English summary
Chanda Kochhar resigns as ICICI Bank’s CEO, Sandeep Bakhshi replaces her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X