સાવધાન: તમારુ આધારકાર્ડ નકલી તો નથી ને?
અત્યારે આધારકાર્ડ એ આપણી જરૂરિયાત બની ગયુ છે. દરેક સરકારી કે બીનસરકારી કામો માટે આપણને તેની જરૂર પડે છે. એટલું નહિં સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ તેની જરૂર પડે છે. આ સમયે જો તમારુ આધાર કાર્ડ નકલી હોય તો તમે કેટલી મોટી મુશ્કેલીમાં આવી શકો છો. જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ જાય અને તમે નવું આધાર કાર્ડ બનાવવા માટે અનઅધિકૃત ઓપરેટર્સ પાસે જાવ છો. માર્કેટમાં એવા કેટલાય ઓપરેટર્સ છે જે તમને નકલી કાર્ડ કાઢી આપશે. તેઓ કોઈપણ વ્યકિતના આધારને કોમ્પ્યુટરમાં એડિટ કરે છે સાથે જ તેનો ફોટો પણ બદલી દે છે. ત્યાર બાદ તમને આધારકાર્ડ આપી દેવામાં આવે છે. એટલે કે ઓપરેટર્સ થોડા પૈસા માટે નકલી આધારકાર્ડ પકડાવી દે છે.

સરકારી ગાઈડલાઈન વિરુદ્ધ
દેશમાં એવા અનેક મામલા સામે આવ્યા છે, જ્યાં પ્લાસ્ટિક પેપર પર આધારકાર્ડ પ્રિન્ટ કરાઈ રહ્યા છે. જો કે તે સરકારની આધાર માટે નક્કી કરાયેલી ગાઈડલાઈન વિરુદ્ધ છે. શું તમે જાણો છો કે પ્રિન્ટેડ આધાર કાર્ડ (ભલે તે સાદા કાગળ પર કેમ ન હોય) તે ઓરિજિનલ આધારકાર્ડની જેમ માન્ય ગણાય છે. જો કે કેટલાક ઓપરેટર્સ લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ પ્લાસ્ટિક કાર્ડ બનાવી રહ્યા છે અને તે માટે મોટી કિંમત વસુલાઈ રહી છે. જો કે સરકારે આધાર કાર્ડની પ્લાસ્ટિક પ્રિંટને અમાન્ય ગણાવ્યુ છે. છતાં પ્લાસ્ટિક આધાર કાર્ડને લઈ દગાબાજીના કિસ્સા સામે આવી રહ્યા છે.

આધાર કાર્ડ અસલી છે કે નકલી આમ તપાસો
- આધારની અધિકૃત વેબસાઈટ પર જાવ. આ યુઆરએલ પર ક્લીક કરો. https://resident.uidai.gov.in/aadhaarverification
- તેના પર ક્લીક કરતાની સાથે જ તમારી સામે એક પેજ ખુલશે.
- જ્યારે તમે આધાર વેરિફિકેશન પેજ ઓપન કરશો તો તેના પર ટેક્સ્ટ બોક્સ દેખાશે. જ્યાં તમારે આધાર નંબર નાખી એન્ટર કરવાનું રહેશે.
- તમારો 12 ડિજીટનો આધાર નંબર એન્ટર કરો.
- ડિસ્પ્લેમાં દેખાતુ કેપ્શન(સિક્ટોરીટી કોડ)એન્ટર કરો.
- ત્યારબાદ વેરિફાઈ બટન પર ક્લીક કરો.
- જો તમારો આધાર નંબર સાચો છે તો એક નવું પેજ ખુલશે. જેમાં તમને એક મેસેજ મલશે કે તમારો આધાર નંબર શું છે, જેમકે 9908xxxxxxxx છે. તેની સાથે જ તેની નીચે તમારી ઉંમર, તમારુ લીંગ અને રાજ્યનું નામ પણ દેખાશે.
- આ રીતે તમે જાણી શકશો કે તમારુ આધારકાર્ડ અસલી છે કે નકલી.

આટલી વાતોનું રાખો ધ્યાન
- તમને જણાવી દઈએ કે યુઆઈડીએઆઈ દ્વારા આધાર કાર્ડ માટે કેટલીક ગાઈડલાઈન નક્કી કરાઈ છે. તેને ફૉલો કરીને જ તમે આધારકાર્ડ પર થયેલ દગાબાજીથી બચી શકે છે.
1) યુઆઈડીએઆઈ પ્રમાણે આધારકાર્ડ લેમિનેશન વાળું હોય તે અનિવાર્ય નથી.
2) પ્રિન્ટેડ આધારકાર્ડ(ભલે તે સાદા કાગળ પર જ કેમ ન હોય) ઓરિજિનલ આધારકાર્ડની જેમ જ માન્ય છે.
3) નાગરિકોએ અનઅધિકૃત એજન્સીઓ પાસેથી પ્લાસ્ટિકના આધાર કાર્ડ બનાવવાથી બચવું.
4) જો તમારું આધારકાર્ડ ખોવાઈ ગયુ છે તો તેને યુઆઈડીએઆઈ અધિકૃત વેબસાઈટથી ડાઉનલોડ કરો.
5) અનઅધિકૃત એજન્સીઓ પાસેથી કાર્ડ બનાવડાવશો નહિં.
6) તમે યુઆઈડીએઆઈના પોર્ટલ https://uidai.gov.in/ પર જઈ આધાર વેરિફાઈ કરી શકો છો અથવા તેને ડાઉનલોડ કરી શકો છો.

આધારકાર્ડનો ઉપયોગ ક્યાં અને ક્યારે થયો છે તે જાણો
1) આ માટે આધાર પ્રમાણિત આ હિસ્ટ્રી પેજ પર જાવ https://resident.uidai.gov.in/notification-aadhaar
2) તમારો આધાર નંબર નાખો અને તેની નીચેના ડબ્બામાં સુરક્ષા કોર્ડ નાખી પોતાને પ્રમાણિત કરો.
3) જનરેટ ઓટીપી પર ક્લીક કરો.
4 )ત્યારબાદ તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. જો કે તે માટે જરૂરી છે કે તમે તમારા આધાર સાથે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હોય. આ નંબરનો જ ઉપયોગ કરવાનો રહેશે.
5) ત્યારબાદ તમે તમારો ઓટીપી ભરો અને સબમીટ પર ક્લીક કરો. તેની સાથે જ તમારે જાણકારીનો સમયગાળો અને ટ્રાન્ઝેક્શનની સંખ્યા ભરવાની રહેશે.
6) ત્યારબાદ તમે પસંદ કરેલી તારીખ, સમય અને આધારના તમામ પ્રમાણીકરણની બધી જ માહિતી મેળવી શકશો. જો કે તમે એ જાણી શકશો નહિં કે તમારી જાણકારી કોણે માંગી છે. તમારી આધારને લગતી જાણકારીમાં કોઈ શંકા જણાય તો તમે તમારા આધાર કાર્ડની જાણકારીને એનોલાઈન જ બ્લોક કરી શકો છો અને તેનો ઉપયોગ કરવા માટે ફરીથી અનબ્લોક પણ કરી શકો છો.
આ પણ વાંચો: જો તમે આઇટીઆર ફાઇલ નથી કરી શક્યા, તો હવે શું કરવું?