For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રેડિટ પોલિસીમાં વ્યાજદરોમાં ઘટાડો થશે: એચડીએફસી બેંક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hdfc-bank
નવી દિલ્હી, 4 માર્ચ: બજેટ બાદ હવે બજારની નજર આરબીઆઇની ક્રેડિટ પોલીસી પર છે. 19 માર્ચના રોજ રજૂ થનારી આરબીઆઇની ક્રેડિટ પોલીસીમાં મહત્વપુર્ણ વ્યાજદરોમાં કાપ મૂકાવવાની સંભાવના છે. એચડીએફસીના વાઇસ ચેરમેન અને એમડી કેકી મિસ્ત્રીનું કહેવું છે કે આ વખતે પોલીસી દરોમાં કાપ મુકાવવાની આશા સેવવામાં આવી રહી છે. સાથે જ આવનાર દિવસોમાં મોંઘવારીના દરમાં પણ નરમાઇ આવવાની આશા છે. આ વર્ષે મુખ્ય દરોમાં 0.75 ટકાના કાપની આશા છે. મુખ્ય દરોમાં આગામી કાપ માર્ચ અથવા એપ્રિલમાં થશે.

કેકી મિસ્ત્રીનું માનવું છે કે નાણાકીય વર્ષ 2014માં નાણાંકીય નુકસાન 4.8 ટકા થઇ જશે. નાણામંત્રીએ અત્યાર સુધી કરેલા બધા વાયદા પાળ્યા છે. તો સરકાર દ્રારા વધુ વ્યાજ લેવાથી પ્રવાહિતામાં નરમાઇ આવશે નહી. આરબીઆઇની દરોમાં કાપ કરવામાં આવશે તો પ્રવાહિત સમસ્યાઓ દૂર થશે. જો કે બચત માટે બજેટમાં વધુ ઉપાય હોત તો સારું.

પ્રોપર્ટી માર્કેટ પર કેકી મિસ્ત્રીનું કહેવું છે કે ઘરોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ રિયલ એસ્ટેટમાં કોઇ પરિવર્તન નથી અને વેચાયા વગરના મકાનોની સંખ્યા પણ વધારે રહી નથી. જો કે રોકાણકારો કરતાં પોતાનું ઘર લેનારાઓની સંખ્યા વધારે છે. બજેટની જાહેરાતથી પ્રથમવાર ઘર ખરીદનારને ફાયદો થશે. ઘર ખરીદનારને ટેક્સમાં ભારે બચત થશે. 20 વર્ષની લોનમાં 6 ટકા ફાયદો થશે.

English summary
Keki M Mistry, CEO at HDFC, said it was a "growth-oriented, balanced and pragmatic Budget".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X