For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોમ લોન બંધ કરતી વખતે આ 6 વાતો ના ભૂલતા

|
Google Oneindia Gujarati News

સમયથી પહેલા હોમ લોન પૂરી કરવી તે ખરેખરમાં કોઇ પણ વ્યક્તિ માટે જંગ જીતવા બરાબર હોય છે. જ્યારે તમે માસિક હપ્તા કે ઇએમઆઇથી છૂટકારો મેળવો છો ત્યારે તમને ખૂબ જ હાશકારો અનુભવાય છે.

વધુમાં રિઝર્વ બેંકે ફ્લોટિંગ રેટ ટર્મ હોમ લોનને સમય પહેલા જમા કરતી વખતે વધારાના ચાર્જિસ ના લગાવા અને પેન્લટી ના લગાવાની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો સમય અવધિ કરતા પહેલા પોતાની લોન પૂર્ણ કરવા પ્રોત્સાહિત રહે. વધુમાં આનાથી હોન લોન પર વ્યાજ દર જલ્દી નથી વધતો અને સ્થિર રહે છે.

ત્યારે હોમલોન સમયથી પહેલા બંધ કરાવતી વખતે આ 6 વાતોનું ખાસ ધ્યાન રાખજો. તે માટે જુઓ આ ફોટો સ્લાઇડર

મૂળ દસ્તાવેજો

મૂળ દસ્તાવેજો

જ્યારે હોમ લોન લેવામાં આવે છે ત્યારે તમામ મૂળ દસ્તાવેજ જેમ કે ટાઇટલ ડીડ, ઇંડેમિનિટી બોન્ડ અને ગેરન્ટી લેટર બેંક પોતાની પાસે રાખે છે. માટે જ્યારે તમે બેંકથી તમારી હોમ લોન પૂરી કરી લો ત્યારે એક-બે વખત સુનિશ્ચિત કરી લો કે તમે સબમિટ કરાવેલા તમામ ડોક્યુમેન્ટ તમને પરત મળી ગયા છે કે કેમ? કારણ કે તમારી લોન પૂરી થયા પછી એક ક્ષણ માટે પણ બેંક પોતાની પાસે આ ડોક્યુમેન્ટ રાખે તે ગેરકાનૂની છે.

અંતિમ રાશિ તમારા અનુમાનથી વધુ

અંતિમ રાશિ તમારા અનુમાનથી વધુ

છેલ્લું ભૂગતાન બેંક તમારા અનુમાન કરતા થોડું વધારે લે છે. વધુમાં ફાઇનલ સેટલમેન્ટ ચેક, જેને ક્લિયર થતા એક બે દિવસ લાગી જાય છે.

ક્લોઝર સર્ટિફિકેટ લઇ લો

ક્લોઝર સર્ટિફિકેટ લઇ લો

બેંક તમને ક્લોઝર સર્ટિફેકેટ આપશે. જેમાં લખ્યું હશે કે તમે તમારી તમામ લોન ભરી દીધી છે અને હવે તમારી કોઇ લોન બાકાત નથી રહેતી.

સિક્યોરિટી ચેક

સિક્યોરિટી ચેક

બેંક હોમ લોન સ્વીકૃત કરવાના પહેલા તમને સિક્યોરિટી ચેક જમા કરવા માટે કહે છે. મોટાભાગે આવા બે કે ત્રણ ચેક હોય છે. તો જ્યારે તમે તમારી તમામ લોન ચૂકવી દો ત્યારે સિક્યોરિટી ચેક બેંકથી પાછો મેળવી લો.

સલાહ લો

સલાહ લો

હોમ લોન બંધ કરતા પહેલા જાણકારોની સલાહ લો. જો તમે સમય પહેલા લોન પૂરી કરશો તો તમને આયકરમાં જે છૂટ મળતી હતી તેને હાની પહોંચી શકે છે. વધુમાં બેંકમાં લોન ભરાઇ જતા તમારે બધા કાગળિયા માટે તેમની પાછળ પાછળ જવું પડશે. માટે બધા વિચાર કરીને નિર્ણય લેજો.

છેલ્લી ચૂકવણી

છેલ્લી ચૂકવણી

એક સારો વિચાર એ રહેશે કે જ્યારે સંબંધિત અધિકારી છેલ્લી ચૂકવણીની ગણતરી કરી રહ્યો હોય ત્યારે તમે તેની સામે બેસી દેખી લો કે છેલ્લી ચૂકવણીની રાશિ વધારે તો નથીને.

English summary
If you are planning to close your home loan then there are a few things you should remember and do before closing a home loan account early.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X