For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસા મંત્રાલયે વધુ બે કોલ બ્લોકની ફાળવણી રદ કરી

|
Google Oneindia Gujarati News

coal
નવી દિલ્હી, 3 ડિસેમ્બર : ઉત્પાદન શરૂ કરવામાં થયેલા વિલંબને પગલે કોલસા મંત્રાલયે જાહેર સાહસોને ફાળવવામાં આવેલા બે કોલસા બ્લોક્સની ફાળવણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણે છત્તીસગઢ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તથા ઓડિશા માઇનિંગ કોર્પોરેશનને અસર પહોંચશે તેમ માનવામાં આવે છે.

કોલસા મંત્રાલયે છત્તીસગઢ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને લખ્યું છે કે સરકારે આંતર મંત્રાલય સમૂહ (આઇએમજી)ની ભલામણ પર વિચાર કર્યા બાદ તેને સ્વીકાર્યું છે.

આ અંતર્ગત છત્તીસગઢ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ફાળવવામાં આવેલી શંકરપુર (ભાટગામ બે) તથા તેના વિસ્તારવાળા કોલસા બ્લોકની ફાળવણી રદ કરી છે. સરકારે આ કંપની દ્વારા આપવામાં આવેલી કુલ બેંક ગેરન્ટીની અડધી રકમ કાપી લેવા માટે પણ નિર્ણય કર્યો છે. આ રકમ અંદાજે 1.59 કરોડ રૂપિયા જેટલી થાય છે.

મંત્રાલયે ઓડિશા માઇનિંગ કોર્પોરેશનને મોકલેલા એક અન્ય પત્રમાં કહ્યું છે કે કંપનીને ફાળવવામાં આવેલી ઉત્કલ ડી કોલસા બ્લોકની ફાળવણી રદ કરવામાં આવે છે. આંતર મંત્રાલય સમૂહે ખાનગી ક્ષેત્રની 51 કંપનીઓને ફાળવેલા 31 કોલસા બ્લોક્સની સમીક્ષા પૂરી કરી લીધી છે. સરકારે 13 કોલસા ખાણની ફાળવણી રદ કરવા અને 14 કેસમાં બેંક ગેરન્ટી કાપી લેવાની કરેલી ભલામણને સ્વીકારી લીધી છે. કુલ 58 ખાણોને નિર્ધારિત સમયસીમામાં વિકાસ પૂરો નહીં કરવા માટે કારણ બતાવો નોટિસ ફાળવવામાં આવી હતી.

English summary
Coal ministry decides to deallocate two more coal blocks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X