For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ગ્રીડમાં સોલર પાવરનો ઉપયોગ કરનાર કોચિન પ્રથમ એરપોર્ટ બનશે

|
Google Oneindia Gujarati News

solar-photo-voltaic
નવી દિલ્હી, 2 ડિસેમ્બર : કેરળના કોચિનમાં નેદુમ્બસરી ખાતે આવેલું કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતનું સૌથી પહેલું એરપોર્ટ છે જે તેની યુટિલીટી ગ્રિડ માટે સોલર પાવરનો ઉપયોગ કરી રહ્યું છે. કોલકત્તાની એક કંપનીએ એરપોર્ટ ખાતે આ માટે 100કેડબલ્યુપી સોલર પાવર સુવિધા સ્થાપિત કરવાની છે.

આ અંગે કંપનીએ જણાવ્યું કે "કંપનીએ આ માટે સોલર ફોટો વૉલ્ટિક પેનલ પાવર સિસ્ટમની ડિઝાઇનથી લઇને તેના ઇન્સ્ટોલેશન અને માઉન્ટિંગનું કામ કર્યું છે. 100 કિલોવોટ પીકને કારણે એક વર્ષમાં 148 એમડબલ્યુએચ જેટલી ઉર્જા ઉત્પન્ન થવાનો અંદાજે છે."

આ અંગે એરપોર્ટના સત્તાવાળાઓનું કહેવું છે કે "આ નવો ચીલો ચીતરનારા પ્રયાસને અમે ઉત્તમ માનીએ છીએ. આ પ્રયાસથી દેશના અન્ય એરપોર્ટ્સને પણ ક્લીન અને ગ્રીન પાવરનો ઉપયોગ કરવાની પ્રેરણા મળશે. આ કારણે પર્યાવરણને રિ-એનર્જાઇઝ કરવાની ઝુંબેશને પણ મદદ મળશે."

English summary
Cochin airport 1st in India to use solar power for its grid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X