For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીમેટમાં શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ માટે એક જ સંયુક્ત સ્ટેટમેન્ટ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 13 નવેમ્બર : ભારતમાં આગામી સમયમાં નાણાકીય ક્ષેત્રે અનેક ફેરફારો આવવાના છે. ભારતીય રોકાણકારોને આગામી સમયમાં ડિમેટ સ્વરૂપે રહેલા શેર અને મ્યુચ્યુઅલ ફંડની વિગત એક સિંગલ સંયુક્ત સ્ટેટમેન્ટમાં ઉપલબ્ધ બનશે.

આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલા પ્રોજેક્ટ હેઠળ વ્યક્તિની બધી જ નાણાકીય અસ્કામતો માટે એક જ એકાઉન્ટ રાખવાની દિશામાં પ્રથમ પગલું લેવાઈ રહ્યું છે. આ અંગેની જાહેરાત બુધવારે સેબીએ કરી હતી.

personal-finance-investment-2

સેબીએ જણાવ્યું હતું કે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)ના આધારે કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવશે. મલ્ટિપલ હોલ્ડિંગના કિસ્સામાં ફર્સ્ટ હોલ્ડર પાન અને હોલ્ડિંગની પેટર્ન હશે. રોકાણકારને માસિક ધોરણે ઇ-મેઇલ દ્વારા કે ડિપોઝિટરી સિસ્ટમમાં નોંધાયેલા સરનામે ટપાલમાં કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ મોકલવામાં આવશે. સંયુક્ત એકાઉન્ટ સ્ટેટમેન્ટનો અમલ 15 માર્ચથી થશે. તેમાં ફેબ્રુઆરી 2015ના મહિનાથી શરૂ થયેલા વ્યવહારોને સમાવી લેવામાં આવશે.

એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા પાનના આધારે ડિપોઝિટરી પાન ડેટાબેઝને મેચ કરીને કોમન પાન નંબર નક્કી કરશે અને તેના આધારે સ્ટેટમેન્ટ મોકલવામાં આવશે. પાનના કિસ્સામાં જોઈએ તો ફક્ત ફંડ હાઉસિસના મ્યુચ્યુઅલ ફંડ યુનિટ હોલ્ડિંગ્સ જ તેમના યુનિટ ધારકોને કોન્સોલિડેટેડ સ્ટેટમેન્ટ મોકલવાનું જારી રાખશે, જે હાલમાં કરે છે.

રોકાણકાર પાસે બે ડિપોઝિટરીમાં અનેક એકાઉન્ટ હોય તો જે ડિપોઝિટરીમાં પહેલાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું હશે તે ડિફોલ્ટ ડિપોઝિટરી ગણાશે જેણે બધી ડિપોઝિટરી અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની પૂર્ણ વિગત એકત્રિત કરીને રોકાણકારોને મોકલવાની રહેશે.

રોકાણકારને વિકલ્પ આપવામાં આવશે જેથી તે ડિફોલ્ટ ડિપોઝિટરી પસંદ કરી શકશે અથવા જે ડિપોઝિટરી દ્વારા સ્ટેટમેન્ટ મેળવવા માંગતો હોય તેને પસંદ કરી શકશે. સેબીએ એસેટ મેનેજમેન્ટ કંપનીઓને મહિનાના અંતલવ સુધીના ત્રણ દિવસની અંદર ડિપોઝિટરીમાં કોમન પાન નંબરની વિગતો પૂરી પાડવા કહ્યું છે. તેના પછી મહિનાના અંતના દસ દિવસની અંદર ડિપોઝિટરીઓ કોન્સોલિડેટ કરીને તેનું સ્ટેટમેન્ટ મોકલશે.

મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો અને ડિમેટ ખાતામાં કોઈ પણ વ્યવહાર થયો નહીં હોય તો હોલ્ડિંગનું સ્ટેટમેન્ટ રોકાણકારને અર્ધવાર્ષિક ધોરણે મોકલવામાં આવશે. રેગ્યુલેટરે કહ્યું છે કે ડિપોઝિટરી અને ફંડ હાઉસિસે એકાઉન્ટની વિગતો ગુપ્ત રહે તેની કાળજી રાખવાની રહેશે.

English summary
Combined statement for share and mutual funds in demat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X