• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એવી કંપનીઓ કે જે કર્મચારીઓને બક્ષે છે ઉમદા જીવન

By Super
|
Google Oneindia Gujarati News

વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને હંમેશા પોતાની કંપની પ્રત્યે ફરિયાદની લાગણી રહેતી હોય છે. વધુ પડતો કામનો બોજ અને ક્યારેક સામાજિક જીવનથી દૂર થઇ ગયા હોવાનો અહેસાસ પણ અનેક કર્મચારીઓને થતો રહેતો હશે, આ ઉપરાંત ક્યાંક વર્ક અવર્સની સમસ્યા તો ક્યાંક ઇન્ક્રીમેન્ટ સાથે જોડાયેલા પ્રશ્નોનો સમનો કરી રહેલા કર્મચારીઓની ફોજ આપણને જોવા મળી જતી હોય છે, પરંતુ વિશ્વમાં એવી ઘણી બધી કંપનીઓ છે કે જે તેમના કર્મચારીઓને એ વાતનો અનુભવ થવા નથી દેતી કે તેઓ કામના બોજ તળે દબાયેલા છે.

આ કંપનીઓમાં એક પારિવારીક વાતાવરણ ઉભૂ કરવામાં આવતું હોય છે, વિવિધ ઇવેન્ટ, અલગ જીમનેશિયમ, કર્મચારીને જે બાબતમાં રૂચી હોય તે રૂચી તેની પૂરી કરવા માટેના કાર્યક્રમનું આયોજન આ કંપનીઓ દ્વારા સમયાંતરે કરવામાં આવતું રહેતું હોય છે, જેથી કંપનીમાં કામ કરતો કર્મચારી ક્યારેય એ વાત ના અનુભવે કે તે કામના બોજ તળે એ હદે દબાઇ ગયો છે કે તે સમાજથી દૂર જવા લાગ્યો છે. આવી જ કેટલીક કંપનીઓમાંથી અમે અહીં અમુક કંપનીઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ તો ચાલો તસવીરો થકી આ કંપનીઓ અંગે આછેરી માહિતી મેળવીએ.

એસએએસ

એસએએસ

આ કંપની નોર્થ કારોલિના સ્થિત છે. આ કંપની વિશ્વની સૌથી મોટી ખાનગી સોફ્ટવેર ડેવલોપર્સ માટે જાણીતી છે. અન્ય કંપનીઓની સરખામણીએ આ કંપની પોતાના કર્મચારીઓ પર કામનું એટલું બધુ દબાણ ઉભૂ ના થાય તે માટે ખાસ પ્રકારના તાલમેલ સાથે સ્વસ્થ કાર્ય અને જીવન આપવામાં વખણાય છે.

નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ

નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ

તેનુ હેડક્વાર્ટર ઓસ્ટિન, ટેક્સાસમાં છે. આ કંપની વિશ્વના 91 દેશોમાં ફેલાયેલી છે અને તેના કર્મચારીઓના હિત જાળવવા માટે જાણીતી છે.

મીટર

મીટર

આ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, જે યુએસમાં છે. આ કંપની પણ પોતાના કર્મચારીઓને સ્વસ્થ કાર્ય અને જીવન વચ્ચે તાલમેલ જાળવી રાખવા માટે જાણીતી છે.

ઓરબીટ્ઝ વર્લ્ડવાઇડ

ઓરબીટ્ઝ વર્લ્ડવાઇડ

આ અમેરિકાની કંપની છે પ્લાન, રીસર્સ અને બૂક ટ્રાવેલ માટે જાણીતી છે. આ કંપની પણ કર્મચારીના વર્ક અને સામાજિક જીવનમાં તાલમેલ જાળવી રાખવા માટે જાણીતી છે.

મેન્ટર ગ્રાફિક્સ

મેન્ટર ગ્રાફિક્સ

મેન્ટર ગ્રાફિક્સ વિલસ્નવિલે સ્થિત કંપની છે જે ઇલેક્ટ્રિક ડિઝાઇન ઓટોમોશન સાથે ઇલેક્ટ્રિકલ એન્જીનીયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ અંગે ડિલિંગ કરે છે. આ કંપની પણ કર્મચારીના ઉમદા જીવન અને કાર્ય અંગે ચિંતિત રહે છે.

એગ્લિએન્ટ ટેક્નોલોઝી્સ

એગ્લિએન્ટ ટેક્નોલોઝી્સ

આ એક અમેરિકન કંપની છે જે સાયેન્ટિફિક ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ્સને ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરવા માટે જાણીતી છે. તે પોતાના સેક્ટરમાં જ ટોચ પર નથી પરંતુ તે કર્મચારીના હિત માટેના રેન્કિંગમાં પણ ટોચના સ્થાને છે.

નોકિયા

નોકિયા

નોકિયા વિશ્વની ટોચની ફોન નિર્માણ કરતી કંપનીઓમાની એક છે. તે માત્ર પોતાના સારા ફોન અને પ્રોટેબલ આઇટી પ્રોડક્ટ ડેવલોપર માટે જ જાણીતી નથી, પરંતુ તે તેના કર્મચારીઓના હિત અંગે સારું એવું ધ્યાન આપવા માટે પણ વિશ્વભરમાં જાણીતી છે.

મેથવર્ક્સ

મેથવર્ક્સ

મેથવર્ક્સ વિશ્વની ટોચની મેથેમેટિકલ કોમ્યુટિંગ સોફ્ટવેર પ્રોવાઇડર કંપની છે, આ કંપની પણ પોતાના કર્મચારીઓને આઇડિયલ વર્ક અને લાઇફ બેલેન્સ આપવા માટે જાણીતી છે.

ઓટોડેસ્ક

ઓટોડેસ્ક

ઓટોડેસ્ક એ જ્હોન વોલ્કરની કંપની છે જે 3ડી ડિઝાઇન સોફ્ટવેર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કંપની પણ કર્મચારીઓની હિત અંગે વિશેષ ધ્યાન આપે છે અને તે તેના કર્મચારીઓના કામ અને જીવનમાં સારું બેલેન્સ જાળવી રાખે છે.

એઓએલ

એઓએલ

ન્યુયોર્ક સ્થિત એઓએલ કંપની એક ગ્લોબલ માસ મીડિયા કંપની છે, જે બ્રાન્ડ્સ અને વેબાસઇટમાં રોકાણ, વિકાસ અને ગ્રોથ કરે છે. નામ અને કામથી જ માલુમ પડી જાય છે કે આ કંપનીમાં કામનું પ્રેશર ઘણું બધું હશે અને તેમા કામ કરતા કર્મચારીઓનું સામાજિક જીવન અન્યોની જેમ નહીં હોય પરંતુ જો તમે એવું વિચારતા હોવ તો ભૂલ છે કારણ કે આ કંપની પોતાની પ્રો એમ્પલોયી પોલીસી માટે જાણીતી છે.

English summary
Here is the list of some best Companies who gave Life Outside Work
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X