નવા વર્ષના પહેલા દિવસે મોંઘુ થયુ રાંધણ ગેસ સિલિન્ડર, જાણો કિંમત
નવા વર્ષે તમારી રસોઈનુ બજેટ બગડવાનુ છે કારણકે ગેસ કંપનીઓએ સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ વધેલા ભાવ નવા વર્ષના પહેલા જ દિવસથી (1 જાન્યુઆરી, 2020) એટલે કે આજથી લાગુ થઈ જશે. દિલ્લીમાં સિલિન્ડરના ભાવ 19 રૂપિયા અને મુંબઈમાં 19.5 રૂપિયા વધારવામાં આવ્યા છે.

દિલ્લીમાં 714 રૂપિયા થયો ભાવ
ઈન્ડિયન ઑઈલ કૉર્પોરેશન લિમિટેડ મુજબ સબસિડી વિનાના એલપીજી સિલિન્ડર હવે દિલ્લીમાં 714 રૂપિયા અને મુંબઈમાં 684.50 રૂપિયામાં મળશે. જ્યારે ડિસેમ્બરમા આ ભાવ દિલ્લીમાં 695 અને મુંબઈમાં 665 રૂપિયા હતા. સતત પાંચમાં મહિને રસોઈ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં વધારો થયો છે.

કોલકત્તા અને ચેન્નઈમાં પણ વધ્યા ભાવ
કોલકત્તામાં પ્રતિ સિલિન્ડર 21.5 રૂપિયા (747 રૂપિયા) અને ચેન્નઈમાં 20 રૂપિયા (734 રૂપિયા)નો વધારો થયો છે. આ રીતે કૉમર્શિયલ સિલિન્ડર (19 કિલો)નાભાવમાં 29.50 રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓને હવે સિલિન્ડર માટે દિલ્લીમાં 1241 રૂપિયા આપવા પડશે. કૉમર્શિયલ સિલિન્ડરના ભાવ કોલકત્તામાં 1308 રૂપિયા, મુંબઈમાં 1190 રૂપિયા અને ચેન્નઈમાં 1363 રૂપિયા થઈ ગયા છે.
આ પણ વાંચોઃ ગુજરાતઃ કોંગ્રેસે પાક વીમાની ચૂકવણીમાં લગાવ્યો કૌભાંડનો આરોપ

12 સિલિન્ડરો પર સબસિડી આપી છે સરકાર
વર્તમાનમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી આપે છે. જો આનાથી વધુ સિલિન્ડર જોઈએ તો બજાર ભાવે ખરીદી કરવાની હોય છે. જો કે સરકાર દર વર્ષે 12 સિલિન્ડરો પર જે સબસિડી આપે છે તેની કિંમત પણ મહિને-મહિને બદલાતી રહે છે. તમને જણાવી દઈએ કે સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર જેવા કારક સબસિડીની રકમ નિર્ધારિત કરે છે.