• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના વાયરસની શેર માર્કેટ પર ભયંકર અસર, સેંસેક્સમાં 1800 અંકનો કડાકો

|

નવી દિલ્હીઃ ઘરેલૂ શેર બજારમાં ગુરુવારે કારોબારની શરૂઆત બિકવાલીના જારે મંદીમાં થઈ. કોરોના વાયરસથી નિપટવા માટે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્મર્પે યૂરોપ યાત્રા પર લગાવેલ અસ્થાયી પ્રતિબંધ બાદ દુનિયાભરના બજારોમાં બિકવાલીનું જોર છે. BSE સેંસેક્સ ગુરુવારે 1821.27 અંક નીચે ગગડી 33,876.13 પર ખુલ્યો અને NSE નિફ્ટી 541.85 અંક ગગડી 9916.55 પર ખુલ્યો.

જણાવી દઈએ કે શેર બજારમાં બુધવારે ભારે ઉતાર-ચઢાવ ભરેલા કારોબારમાં સેંસેક્સ 62 અંક લાભમાં બંધ થયો. આ દરમિયાન આરઆઈએલ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં તેજી જોવા મળી, જો કે કોરોના વાયરસના વધતા પ્રકોપને પગલે બજારની આશંકાઓ ચિંતાજનક છે. કારોબાર દરમિયાન 30 શેર વાળા સેંસેક્સ એક સમયે 386 અંકની તેજી સાથે આગળ વધ્યો હતો જે અંતે 62.45 અંક એટલે કે 0.18 ટકાની તેજી સાથે 35697.40 પર બંધ થયો. નેશનલ સ્ટૉક એક્સચેન્જનો એનએસઈ નિફ્ટી 6.95 અંક એટલે કે 0.07 ટકાની તેજી સાથે 10458 પર બંધ થયો હતો.

કારોબારીઓએ જણાવ્યું કે રોકાણકારોએ ઉર્જા, બેંકિંગ અને ખપત આધારિત ક્ષેત્રોમાં રોકાણ કર્યું, જ્યાં હાલમાં ગિરાવટ જોવા મળી હતી. સેંસેક્સમાં હીરો મોટોકોર્પ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજ, આઈસીઆઈસીઆઈ બેંક અને એલએંડટી પણ લાભમાં રહ્યા. ટાટા સ્ટીલ, ઈંડસઈંડ બેંક, ઓએનજીસી, એસબીઆઈ અને ઈંફોસિસમાં ગિરાવટ નોંધાઈ છે.

આ દરમિયાન ઉર્જા, દૂરસંચાર, પૂંજીગત વસ્તુઓ, નાણા અને બેંકિંગ શેરોમાં 2.11 ટકા સુધીની તેજી આવી, જ્યારે ક્રૂડ અને ગેસ, ધાતુ, આઈટી, ઉપભોક્તા વસ્તુઓ અને ઑટો શેરમાં ગિરાવટ આવી. બીએસઈ મિડકેપ અને સ્મૉલકેપ સૂચકાંકમાં પણ ગિરાવટ નોંધાઈ.

કારોબાર મુજબ દેશમાં કોરોના વાયરસના મામલામાં તેજીથી વધારો અને વિદેશથી મિશ્રિત ટ્રેન્ડને પગલે રોકાણમાં ઘભરાહટ જોવા મળી હતી અને બજારે પોતાની શરૂઆતી બઢત ગુમાવી દીધી. કોરોના વાયરસ દુનિયાભરમાં એક મહામારીનું રૂપ લઈ ચૂક્યું છે અને આનાથી 4000થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે જ્યારે 1.20 લાખથી વધુ લોકો સંક્રમિત છે. શાંઘાઈ, હોંગકોંગ, સિયોલ અને ટોક્યોમાં શેર બજાર નુકસાન સાથે બંધ થયું જ્યારે યુરોપમાં શરૂઆતી કારોબાર દરમિયાન બે ટકાની તેજી જોવા મળી.

WHOએ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી, નિવારણ અને નિયંત્રણ સર્વોચ્ચ પ્રાથમિકતા

આ દરમિયાન સાઉદી અરબે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં દિવસભર 10 લાખ બેરલનો વધારો કરવાનું એલાન કર્યું, જે બાદ વાયદા બજારમાં બ્રેંટ ક્રૂડ ઓઈલ 2.02 ટકા ગગડી 36.47 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું. જો કે ભારતીય રૂપિયાનો વિનિમય દર 46 પૈસા મજબૂત થઈ 73.70 રૂપિયા પ્રતિ ડોલર થઈ ગયો.

English summary
coronavirus pandemic share market falls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more