For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશર પર કોર્પોરેશન બેન્કના 160 કરોડ બાકી

|
Google Oneindia Gujarati News

kingfisher
તિરૂચિરાપલ્લી, 6 નવેમ્બર: આર્થિક સંકળામણમાંથી પસાર થઇ રહેલી વિમાન કંપની કિંગફિશર એરલાયન્સ પર કોર્પોરેશન બેન્કના 160 કરોડ રૂપિયા લોનના બાકી છે. જોકે બેન્કને આશા છે કે તેની ભરપાઇ થઇ જશે.

કોર્પોરેશન બેન્કના કાર્યકારી નિર્દેશક એએલ દૌલતાનીએ જણાવ્યું કે કિંગફિશરે બેન્ક પાસેથી 160 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમણે જણાવ્યું કે બેન્કના મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલ લોનની વસૂલીને લગતા પગલાંથી ભરોસો છે કે તેની ભરપાઇ થઇ જશે.

કિંગફિશર પર કૂલ 7000 કરોડ રૂપિયાની લોન બાકી છે અને સાથે સાથે કંપનીનું નુકસાન વધતું જઇ રહ્યું છે. દૌલતાની અત્રે નાના તથા મધ્યમકદના ઉદ્યોગોને લોન વિતરણ માટેના કેન્દ્રના ઉદઘાટન માટે આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કિંગફિશર હાલમાં ફડચામાં ચાલી રહી છે. તેણે છેલ્લા છ મહિનાથી કર્મચારીઓને પગાર પણ ચૂકવ્યો નથી. વિમાન પાર્કિંગ અને તેના રખરખાવનું તેમજ ઉડાનો માટે એરપોર્ટના ઉપયોગનું ભાડું નહી ચૂકવવાને કારણે કિંગફિશરનું ફ્લાઇંગ લાઇસન્સ પર રદ થઇ ચૂક્યું છે.

English summary
Corporation Bank has said that its loan exposure to the financially troubled Kingfisher Airlines was about Rs 160 crore and it is hopeful of the recovery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X