For Daily Alerts
કોર્ટ રજત ગુપ્તાને 6 વર્ષની જેલની સજા કરી શકે
ન્યુ યોર્ક, 15 ઑક્ટોબર : ઇન્સાઇડર ટ્રેડિંગ કરવામાં દોષિત ઠરેલા રજત ગુપ્તા માટે અમેરિકાના સરકારી વકીલ ઓછામાં ઓઠી 8થી 10 વર્ષની સજા માંગી શકે છે. આ કેસ અંગે કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે રજત ગુપ્તાએ કરેલી ગેરરીતિઓને પગલે કોર્ટ તેમને 6 વર્ષ જેટલી સજા કરી શકે છે.
ગોલ્ડમેન સેશના પૂર્વ ડાયરેક્ટર રહી ચૂકેલા રજત ગુપ્તાને ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં અમેરિકાની જિલ્લા અદાલતના જજ જેડ રેકોફ 24 ઑક્ટોબરે સજા સંભળાવશે.
સરકારી વકીલ અને ગુપ્તાના વકીલો આ સપ્તાહે જજ સમક્ષ પોતાના પક્ષ રજૂ કરશે. આ રજૂઆતોમાં બંને પક્ષો ગુપ્તાને કેટલી સજા આપવી તે અંગે જજ સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે રજત ગુપ્તાને સજા સંભળાવતા પહેલા માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી એન્નાન સહિત 200 દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને વૈશ્વિક નેતાઓને ગુપ્તાના ધર્માર્થ કાર્યોની વિગતો આપવાની સાથે તેમના સમર્થનમાં જજ રેકોપને પત્રો પણ લખ્યા છે.