• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cryptocurrencyના ભાવ ધડામ, એકદમ સસ્તા ભાવે ખરીદવાનો મોકો

|
Google Oneindia Gujarati News

આજકાલ ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ ખૂબ ચર્ચામાં છે. લોકોએ ક્રિપ્ટોને જલદી અમીર બનવાનો સહેલો રસ્તો સમજી લીધો હતો. પરંતુ અચાનક દુનિયાભરના કેટલાય દેશોની સરકારોની સખ્તાઈને પગલે બિટકોઈનથી લઈ ક્રિપ્ટો કરન્સીના રેટ એકદમ ધડામ થઈ ગયા છે. જો કે કેટલીય ક્રિપ્ટો કરન્સીના રેટ હજી પણ ઉપર જઈ રહ્યા છે અને સારું રિટર્ન આપ્યું છે. એવામાં આવો જાણીએ કે અત્યારે બિટકોઈન ક્રિપ્ટોકરન્સી, ડોગકોઈન ક્રિપ્ટોકરન્સી, એક્સઆરપી ક્રિપ્ટોકરન્સી અને એથેરિયમ ક્રિપ્ટોકરન્સી ઉપરાંત કાર્ડાનો ક્રિપ્ટોકરન્સીના લેટેસ્ટ રેટ શું છે.

બિટકોઈન ક્રિપ્ટોકરન્સી

બિટકોઈન ક્રિપ્ટોકરન્સી

બિટકોઈન ક્રિપ્ટોકરન્સીનો અત્યારે ક્વાઈનડેસ્ક પર રેટ 42950 ડોલર ચાલી રહ્યો છે. જેમાં હાલ 7.43 ટકાની ગિરાવટ છે. આ રેટ પર બિટકોઈન ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 812.65 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન બિટકોઈન ક્રિપ્ટોકરન્સીની મહત્તમ કિંમત 47058.50 ડોલર અને ન્યૂનતમ કિંમત 42503.88 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો 1 જાન્યુઆરી 2022થી અત્યાર સુધી બિટકોઈન ક્રિપ્ટોકરન્સીએ 7.60 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. બિટકોઈન ક્રિપ્ટોકરન્સીની ઑલટાઈમ હાઈ કિંમત 68990.90 ડોલર રહી છે.

ઈથેરિયમ ક્રિપ્ટોકરન્સી

ઈથેરિયમ ક્રિપ્ટોકરન્સી

ઈથેરિયમ ક્રિપ્ટોકરન્સીનો રેટ કોઈનડેસ્ક પર 3444.34 ડોલર ચાલી રહ્યો છે. જેમાં હાલ 9.60 ટકાની ગિરાવટ છે. આ રેટ પર ઈથેરિયમ ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 405.30 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન ઈથેરિયમ ક્રિપ્ટોકરન્સીની મહત્તમ કિંમત 3846.74 ડોલર અને ન્યૂનતમ કિંમત 3406.32 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો 1 જાન્યુઆરી 2022થી અત્યાર સુધી ઈથેરિયમ ક્રિપ્ટોકરન્સીએ 7.14 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. ઈથેરિયમ ક્રિપ્ટોકરન્સીની ઑલટાઈમ હાઈ કિંમત 4865.57 ડોલર રહી છે.

એક્સઆરપી ક્રિપ્ટોકરન્સી

એક્સઆરપી ક્રિપ્ટોકરન્સી

એક્સઆરપી ક્રિપ્ટોકરન્સીનો રેટ કોઈનડેસ્ક પર 0.759897 ડોલર ચાલી રહ્યો છે. જેમાં અત્યારે 8.63 ટકાની તેજી છે. આ રેટ પર એક્સઆરપી ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 75.98 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન એક્સઆરપી ક્રિપ્ટોકરન્સીની મહત્તમ કિંમત 0.84 ડોલર અને ન્યૂનતમ કિંમત 0.71 ડોલર રહી છે. 1 જાન્યુઆરી 2022થી અત્યાર સુધી એક્સઆરપી ક્રિપ્ટોકરન્સીએ 9.24 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. એક્સઆરપી ક્રિપ્ટોકરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 3.40 ડોલર રહી છે.

કાર્ડાનો ક્રિપ્ટોકરન્સી

કાર્ડાનો ક્રિપ્ટોકરન્સી

કાર્ડાનો ક્રિપ્ટોકરન્સીનો રેટ કોઈનડેસ્ક પર 1.22 ડોલર ચાલી રહ્યો છે. જેમાં હાલ 8.37 ટકાની ગિરાવટ છે. આ રેટ પર કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 40.17 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન કાર્ડાનો ક્રિપ્ટોકરન્સીની મહત્તમ કિંમત 1.35 ડોલર અને ન્યૂનતમ કિંમત 1.19 ડોલર રહી છે. 1 જાન્યુઆરી 2022થી અત્યાર સુધી કાર્ડાનોએ 8.07 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. કાર્ડાનોની ઓલટાઈમ હાઈ કિંમત 3.10 ડોલર છે.

ડૉગકોઈન ક્રિપ્ટોકરન્સી

ડૉગકોઈન ક્રિપ્ટોકરન્સી

ડૉગકોઈન ક્રિપ્ટોકરન્સીનો રેટ અત્યારે 0.156210 ડોલર ચાલી રહ્યો છે. જેમાં હાલ 8 ટકાની ગિરાવટ છે. આ રેટ પર ડૉગકોઈન ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 20.73 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન ડૉગકોઈન ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 0.17 ડોલર અને ન્યૂનતમ કિંમત 0.15 ડોલર રહી છે. 1 જાન્યુઆરી 2022થી અત્યાર સુધી ડૉગકોઈન ક્રિપ્ટોકરન્સીએ 9.24 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. ડૉગકોઈન ક્રિપ્ટોકરન્સીની ઑલટાઈમ હાઈ કિંમત 0.740796 ડોલર રહી છે.

English summary
Cryptocurrency today rate: chance to buy crypto at lower price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X