For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરન્સી ટ્રેડિંગ : ફોરેક્સ માર્કેટ અંગે 10 રસપ્રદ વાતો

|
Google Oneindia Gujarati News

શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરનારા અનેક ભારતીયો ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરવાનું ટાળે છે. આ માટેનું એક મહત્વનું કારણે આ વિષ્ય અંગે ઓછી જાણકારી અને માહિતી છે. મહત્વની બાબત એ છે કે ટેક્નોલોજીની મદદથી કોઇ પણ વ્યક્તિ કોઇ પ્રકારના સમય બંધન વિના ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરી શકે છે. જો કે ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરવું સરળ નથી કારણ કે તેમાં જોખમનું પ્રમાણ વધારે રહેલું હોય છે.

અહીં અમે ફોરેક્સ માર્કેટ સાથે સંકળાયેલી રસપ્રદ બાબતો જણાવી રહ્યા છીએ, જે વ્યક્તિને ફોરેક્સ ટ્રેડિંગ કરવામાં મદદરૂપ બનશે...

money-dollar-rupee-1

1. વિશ્વમાં ફોરેન એક્સચેન્જ માર્કેટ સૌથી મોટું છે અને સૌથી વધારે પ્રવાહિતા ધરાવે છે.

2. ફોરેક્સ માર્કેટ 24/5 કામ કરે છે. તે રવિવારે સાંજે 5 વાગે 5 EST(10.00 on GMT) ખુલે છે અને શુક્રવારે સાંજે 5 વાગે EST(10.00 ઓન GMT) બંધ થાય છે.

3. ફોરેક્સ માર્કેટમાં દૈનિક 3.98 ટ્રિલિયન ડોલરના વ્યવહારો થાય છે.

4. ઇન્ટરનેટ કનેક્શન હોય તો વ્યક્તિ ગમે ત્યારે ફોરેક્સ ટ્રેડિંગ કરી શકે છે.

5. આપ જે કરન્સીનું ટ્રેડિંગ કરી રહ્યા છો તેને ફોરેન એક્સચેન્જ રેટ વૈશ્વિક સ્તરે તેની માંગ અને પુરવઠા પર આધાર રાખે છે.

6. વિશ્વમાં સૌથી મોટી કરન્સીઓ આ મુજબ છે. યુનાઇટેડ સ્ટેટ્સ (USD), યુરોઝોન (EUR), જાપાન (JPY), ગ્રેટ બ્રિટન(GBP), સ્વીત્ઝરલેન્ડ (CHF), કેનેડા(CAD), ઓસ્ટ્રેલિયા (AUD), અને ન્યુઝીલેન્ડ (NZD).

7. ફોરેક્સ માર્કેટમાં એક કરન્સી ખરીદીને બીજી કરન્સી વેચવામાં આવે છે. આ કરન્સી ફિઝિકલ ફોર્મમાં હોતી નથી. તેનું એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

8. કરન્સી પેરમાં કોઇપણ પહેલી કરન્સીને બેઝ કરન્સી કહે છે. જ્યારે બીજી કરન્સીને ક્વૉટ કરન્સી કહે છે.

9. PiP = એ પ્રાઇસ ઓફ કરન્સી પેરમાં થયેલો નાનકડો સુધારો દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકેUSD/EUR માં 1 pip ફેરફાર થાય એટલે તે એટલે 1.2345માંથી 1.2346થાય છે.

10. ક્વૉટેશન એને કહેવાય છે જે કરન્સીનું વર્તમાન મૂલ્ય દર્શાવે છે, જેના આધારે બીજી કરન્સી સાથે એક્સચેન્જ થાય છે.

English summary
Currency Trading: 10 Interesting Facts About Forex Market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X