3 દિવસોમાં કરો ફરિયાદ, 10 દિવસમાં પૈસા મેળવો: RBI
ઓનલાઇન ટ્રાંજેક્શન દરમિયાન કોઇ વ્યક્તિ છેતરપીંડીનો શિકાર થયો હોય અને તેના ખાતામાંથી પૈસા નીકળી ગયા હોય તો તમે આ રકમ પાછી મેળવી શકો છો. આ માટે તમારે ત્રણ દિવસની અંદર ફરિયાદ કરવાની રહેશે. આરબીઆઇના નવા નિયમ મુજબ તમે અનઓથરાઇઝ્ડ ઇલેક્ટ્રોનિક બેંકિગ ટ્રાંજેક્શન દરમિયાન કોઇ ફ્રોડનો શિકાર હોય તો તમારે બેંકથી 3 દિવસની અંદર ફરિયાદ દાખલ કરી શકો છો. તમારી ફરિયાદના 10 દિવસની અંદર સંબંધિત રાશિ તમારા ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવશે. પણ જો તમે એવું નથી કરતા, અને 3 દિવસમાં ફરિયાદ નથી આપતા તો તમારે 25,000 રૂપિયા સુધીનું નુક્શાન પોતે વેઠવું પડશે.
આ મામલે બેંક તમારી કોઇ સહાયતા નહીં કરી શકે. ઇલેક્ટ્રોનિક બેંકિગ ટ્રાંજેક્શન દરમિયાન ગ્રાહકોના નિયમને લઇને આરબીઆઇએ કહ્યું કે બેંક એકાઉન્ટ અને કાડર્સથી અનઓથરાઝડ ડેબિટના નવા મામલા દાખલ થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઇ મુજબ થર્ડ પાટી બ્રીચના કારણે તમારા પૈસા ફસાયા હોય તો તેની જવાબદારી બેંક લેશે. જો બેકિંગ સિસ્ટમમાં ચૂક થઇ હોય અને તે કારણે તમારા પૈસા ફસાતા હોય તો બેંક તેની જવાબદારી લેશે. આરબીઆઇ મુજબ ગ્રાહક 7 દિવસો પછી કોઇ પણ પ્રકારની છેતરપીંડીની જાણકારી આપે છે તો બેંકના નિયમ મુજબ તે અંગે નિર્ણય લેવામાં આવશે.