સાઇરસ મિસ્ત્રી સોમવારે સંભાળસે કાર્યભાર
જમસેદજી એન તાતાએ આ સમૂહની સ્થાપના 1868માં એક ખાનગી કારોબારી ફર્મના રૂપમાં શરૂઆત કરી હતી. કંપનીના હેડક્વાર્ટર્સ બોમ્બે હાઉસના સુત્રોએ જણાવ્યું કે 'શનિવાર અને રવિવારે રજા છે માટે મિસ્ત્રી ગ્રુપના ચેરમેનના રૂપમાં સોમવારે જ કાર્યાલયમાં આવશે. રતન તાતા 50 વર્ષની સેવાઓ બાદ ગઇકાલે સેવામાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે તેઓ ગઇકાલે કાર્યાલય આવ્યા નહી અને પોતાનો 75મો જન્મદિવસ પૂણેમાં તાતા મોટર્સના કારખાનામાં ઉજવ્યો'
મિસ્ત્રી છેલ્લા એક વર્ષથઈ તાતાની સાથે કામ કરી રહ્યા છે. તેઓ ગઇકાલે પણ ઓફિસે આવ્યા હતા. જેઆરડી તાતા દ્વારા 1991માં ઉત્તરાધિકારી તરીકે પસંદગી કરવામાં આવ્યા બાદ રતન તાતા 21 વર્ષ સુધી ગ્રુપના અધ્યક્ષ બની રહ્યા. દરમિયાન દુનિયાભરમાં વિભિન્ન વિસ્તારોમાં અધિગ્રહણ સહિત ગ્રુપના તમામ મોટા નિર્ણય લેવાનો શ્રેય તેમને જાય છે.
તાતા સન્સમાં 18 ટકાની ભાગદારી ધરાવનાર શપૂરજી પલોનજી પરિવારના સભ્ય સાઇરસ મિસ્ત્રીની પસંદગી પાંચ સભ્યોની ટીમ દ્રારા કરવામાં આવી હતી. રતન
તાતાના કાર્યકાળમાં તાતા સમૂહની આવકમાં કેટલાય ટકાનો વધારો થઇને 2011-12માં કુલ 100.09 અરબ ડોલર (અંદાજે 4,75,721 કરોડ રૂપિયા) પહોંચી ગઇ જે 1971માં લગભગ 10,000 કરોડ રૂપિયા હતી.