For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરૂણાનિઘીની પત્નીએ હાજરી નહીં આપવા SCનો સંપર્ક કર્યો

|
Google Oneindia Gujarati News

dayalu-ammal
નવી દિલ્હી, 8 જુલાઇ : દ્રમુકના પ્રમુખ એમ કરૂણાનિધીના પત્ની અને 2જી કેસમાં ફરિયાદી પક્ષના મહત્વના સાક્ષી દયાલુ અમ્મલે આજે સુપ્રીમ કોર્ટમાં જઇને આગ્રહ કર્યો હતો કે તેમની સારવાર ચાલુ છે, જેના આધારે સીબીઆઇની વિશેષ અદાલતમાં સાક્ષી તરીકે રજૂ થવામાંથી છૂટ આપવામાં આવે.

તેમણે નીચલી અદાલતના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે જો કે તેમને સાક્ષી તરીકે હાજર રહેવામાં છૂટ આપવાની અરજી નકારી કાઢી છે. અમ્મલ (82)એ આ પહેલા દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ બાબતમાં 4 જુલાઇએ હાઇ કોર્ટે તેમને સુપ્રીમ કોર્ટમાં જવા માટે જણાવ્યું હતું.

હાઇકોર્ટે સીબીઆઇને એ બાબત નિશ્ચિત કરવા પણ જણાવ્યું કે સોમવાર 8 જુલાઇએ બપોર સુધી નીચલી અદાલત દ્વારા કોઇ પ્રતિરોધી આદેશ જાહેર કરવામાં આવે નહીં. અમ્મલને આ જ તારીખે નીચલી અદાલતમાં સાક્ષી તરીકે હાજર રહેવા માટે સમન પાઠવવામાં આવ્યા હતા.

English summary
Karunanidhi's wife approaches SC seeking exemption from appearance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X