For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે રાહત આપી, જીએસટી રિટર્ન ભરવાની તારીખ લંબાવી

કેન્દ્ર સરકારે વેપારીઓને મોટી રાહત આપતા જીએસટી ભરવાની તારીખ આગળ વધારી છે. નાણાં મંત્રાલયે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 સુધી વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે વેપારીઓને મોટી રાહત આપતા જીએસટી ભરવાની તારીખ આગળ વધારી છે. નાણાં મંત્રાલયે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 સુધી વધારી દીધી છે. આપણે જણાવી દઈએ કે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ઘ્વારા સરકારે સામે તેની માંગ રાખવામાં આવી હતી. જેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમર ઘ્વારા સ્વીકાર કરતા જીએસટી રિટર્ન ભરવાની તારીખ 31 માર્ચ 2019 કરી દેવામાં આવી છે.

gst

સરકારે GSTR-9, GSTR-9A and GSTR-9C ના વાર્ષિક જીએસટી ભરવાની છેલ્લી તારીખમાં રાહત આપતા તેને 31 માર્ચ 2019 સુધી લંબાવી દેવામાં આવી છે. પહેલા આ તારીખ 31 ડિસેમ્બરે 2018 રાખવામાં આવી હતી. ખરેખર વેપારીઓનું કહેવું છે કે હજુ સુધી જીએસપી પોર્ટલ પર વાર્ષિક રિટર્ન દાખલ કરવાનું નથી જેને કારણે વેપારીઓને રિટર્ન ભરવામાં ઘણી તકલીફ થઇ રહી છે. આ પરેશાની જોતા સરકારે વેપારીઓને મોટી રાહત આપી છે.

આ પણ વાંચો: હવે બેંકમાં પૈસા જમા કરવા માટે પણ ચાર્જ આપવો પડશે

આપને જણાવી દઈએ કે કારોબારી સંસ્થા કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભારતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જીએસટી લાગુ થયાનું વર્ષ 2017-18 પહેલું વર્ષ છે. કરોડો વેપારીઓ માટે આ પહેલો અનુભવ છે. વેપારીઓને આ બાબતે ખબર જ નથી કે વાર્ષિક રિટર્ન ભરવું કેમ જરૂરી છે અને નહીં ભરવાથી તેમને કયું નુકશાન થશે. તેવી પરિસ્થિતિમાં તેમને રિટર્ન ભરવા માટે વધારે સમય મળવો જોઈએ જેથી તેઓ બધી જ વસ્તુઓ સારી રીતે સમજી શકે અને રિટર્ન ફાઈલ કરવામાં ખુબ જ ઓછી ભૂલો થાય.

આ પણ વાંચો: GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા, હજારો મેગાવોટ વીજળીની બચત પણ થઈ

English summary
Deadline filing gst annual returns extended till march 31
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X