ખુશખબરી: આધાર અને પાનકાર્ડને લિંક કરવાની તારીખ લંબાઇ
યુઆઇડીએઆઇ દ્વારા કેટલાક દિવસ પહેલા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે 31 ઓગસ્ટ સુધી જ તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરી શકો છો. વળી, યુઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડેનું કહેવું છે કે આયકરની ધારા હેઠળ પાન અને આધાર લિંક કરવાની સીમાને નહીં વધારવામાં આવે. પણ તે પછી આ કામ હજી સુધી ના કરનાર તમામ લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સરકારીની તરફથી આની તારીખ હવે ચાર મહિના માટે વધારી દેવામાં આવી છે. હવે તમે 31 ડિસેમ્બર સુધી ક્યારેય પણ આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરી શકો છો.
ઇ ફાયલિંગ પોર્ટલ
1. સૌથી પહેલા તમારે આયકર વિભાગની ઇ ફાયલિંગ પોર્ટલ પર રજિસ્ટર થવું પડશે. આ માટે તમારે http://incometax indiaefiling.gov.in પર જવું પડશે.
2. પછી ત્યાં પોતાને રજિસ્ટર કર્યા પછી ઇ-ફાયલિંગ પોર્ટલ પર લોગ ઇન કરવું પડશે. લોગ ઇન કરીને તમને તમારી આઇડી, પાસવર્ડ અને જન્મતિથિ નાખવી પડશે.
3. લોંગિન પછી એક પોપ-અપ વિન્ડો આવશે. જેમાં પાન અને આધારને લિંક કરવાનું કહેવામાં આવશે. આ પોપ-અપ વિન્ડો નથી આવતી તો પ્રોફાઇલ સેટિંગ પર ક્લિક કરી ત્યાંથી આધાર (Link Aadhaar) પર ક્લિક કરો.
5. સ્ક્રીન પર દેખાઇ રહેલી તમામ જાણકારીઓને તમારા આધાર સાથે મેળવો અને વેરિફાઇ કરો.
6. જો તમામ વસ્તુઓ બરાબર રીતે લખી હોય તો લિંક આધાર બટન પર ક્લિક કરો. અને જો જાણકારી એકબીજાથી મેળ ના ખાતી હોય તો યુઝરને સલાહ આપવામાં આવે છે કે તે પોતાની આધાર અને પાનકાર્ડની આ જાણકારીને બદલાવી નાંખે અને એક જેવી કરી દે.
7. લિંક આધાર બટન પર ક્લિક કરતા જ એક પોપ-અપ વિન્ડો ખુલશે અને તમારું આધાર પેન કાર્ડની સાથે સફળતાપૂર્વક લિંક થઇ જશે.