For Quick Alerts
For Daily Alerts
વિકાસ અને રોજહાર મોટા વૈશ્વિક પડકારો : IMF
વોશિંગ્ટન, 5 એપ્રિલ : ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (આઇએમએફ) દ્વારા ગુરુવારે એક દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે "વર્ષ 2009 બાદ વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ વર્ષે તે લગભગ 3.5 ટકા રહી શકે છે. દુનિયાભરમાં 20 કરોડથી વધારે લોકો બેરોજગાર છે. યુવા બેરોજગારો અને લાંબા સમયથી બેરોજગાર રહેલા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં સૌથી ઊંચા સ્તરે છે."
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી સિન્હુઆએ IMFના દસ્તાવેજને આધારે જણાવ્યું છે કે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કૉઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અનેક સભ્ય દેશોમાં પાછલા દાયકામાં આવકની અસમાનતા વધી છે. અનેક બીજા દેશોમાં પણ આવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે અને સમસ્યા વધી રહી છે.
આઇએમએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિકાસ, રોજગારી સર્જન અને સામાજિક સંકલનના પડકારો પરસ્પર સંકળાયેલા છે. વોશિંગ્ટન સ્થિત આ સંસ્થાએ જણાવ્યું છે કે રોજગાર સર્જન અને સામાજિક સંકલન માટે વિકાસ જરૂરી છે. બીજી તરફ સર્વાંગી વિકાસ માટે અને ગરીબી તથા આવકની અસમાનતા ઓછી કરવા માટે રોજગાર અને શ્રમ બળમાં ભાગીદારી અને ખાસ કરીને મગિલાઓની ભાગીદારી વધારવી જરૂરી છે.