For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીઝલમાં 5 રૂપિયાનો વધારો, સાતમું સિલિન્ડર રૂપિયા 750માં પડશે

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

Lpg-Diesel
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: મોંઘવારીનો માર સહન કરી રહેલી મધ્યમવર્ગી જનતા પર યુપીએ સરકારે વધુ બોજો નાખતાં ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે પાંચ રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત એલપીજી સિલિન્ડરની સબસીડીમાં ભારેખમ કાપ મૂક્યો છે. મધ્યમવર્ગ તરફ દયાભાવ રાખતાં પેટ્રોલ અને કેરોસીનના ભાવમાં હાલ કોઇ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો ગુરૂવારે રાત્રે 12 વાગ્યાથી લાગૂ થઇ ગયો છે. વડાપ્રધાનની અધ્યક્ષાવાળી સીસીપીએની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે નિર્ણય કર્યો છે કે વર્ષમાં મહત્તમ 6 સિલિન્ડરો પર જ સબસીડી આપવામાં આવશે. એટલે કે 6 સિલિન્ડર પછી સબસિડી વગર સાતમા સિલિન્ડર માટે 750 રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદમાં 51.71, સુરતમાં 46.76, વડોદરામાં 50.45 અને રાજકોટમાં 51.00 ભાવ વધારો અમલમાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમત 46.32 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે અને જ્યારે મુંબઇમાં 51.25 રૂપિયે પ્રતિ લીટર ડીઝલ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે કરવામાં આવેલા તોતિંગ ભાવવધારા પગલે યુપીએ સરકારના ઘટકપક્ષો તેમજ વિપક્ષોએ આકરી ટીકા કરી છે. ભાવવધારા બાબતે થોડા સમય અગાઉ પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ સંકેત આપી દીધા હતા કે ડિઝલ અને એલપીજીના ભાવોમાં વધારો કરવો જરૂરી છે. ત્યારે જ નક્કી થઇ ગયું હતું કે ટૂંક સમયમાં જ ડીઝલમાં ભાવ વધશે, સરકારે જણાવ્યું કે ડીઝલના ભાવ વધારામાં વેટનો સમાવેશ થતો નથી. ઉત્પાદન ક્ષેત્રમાં 1.5 રૂપિયાનો વધારો થતાં આ વધારો થયો છે. બાકીના સાડાત્રણ રૂપિયા તેલ કંપનીઓના ખાતામાં જશે.

English summary
Prime Minister Manmohan Singh-headed Cabinet Committee on Political Affairs (CCPA) today decided to hike diesel price by Rs5, while leaving the kerosene price untouched. The government also decided to limit the number of subsidised cylinders to six per year per household.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X