પહેલી વાર પેટ્રોલથી મોંઘુ થયુ ડીઝલ, સતત 18માં દિવસે વધ્યા ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનુ નામ નથી લઈ રહ્યા. રોજ તેના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે. આજે સતત 18માં દિવસે ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે પેટ્રોલના ભાવમાં આજે કોઈ વધારો થયો નથી. ડીઝલના ભાવમમાં આજે 48 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ દિલ્લીમાં ડીઝલના ભાવ 79.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે જ્યારે પેટ્રોલના ભાવ 79.76 રૂપિયા પ્રતિ લિટર છે.

પેટ્રોલથી મોંઘુ થયુ ડીઝલ
કદાચ પહેલી વાર છે જ્યારે ડીઝલના ભાવ પેટ્રોલથી વધુ છે. આજે ડીઝલના ભાવમાં વધારા બાદ ડીઝલ પેટ્રોલથી મોંઘુ થઈ ગયુ છે. આજના વધારા બાદ ડીઝલ પેટ્રોલથી 12 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયુ છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેના પર વિપક્ષ સતત સરકાર પર હુમલાવરછે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે એક પછી એક ઘણા ટ્વિટ કરીને મંગળવારે સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવો ઓછા છે તેમછતાં આપણા દેશમાં પેટ્રોલ-ડીઝનના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

દિગ્વિજય સિંહે ખોલ્યો મોરચો
દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને લખ્યુ કે જૂન 2008માં જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા તો તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિરોધ સ્વરૂપે પોતાના નિવાસથી મંત્રાલય સાઈકલ પર ગયા હતા ત્યારે પેટ્રોલના ભાવ 50 રૂપિયા પ્રતિ લિટર હતા અને ડીઝલના ભાવ 34 રૂપિયા પ્રતિ લિટર હતા ત્યારે ઈંધણની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલ હતી. હવે ઈંધણના ભાવ 37 ડૉલર પ્રતિ બેરલ છે અને પેટ્રોલની કિંમત 87 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલની કિંમત 78 રૂપિયા પ્રતિ લિટર છે. જો શિવરાજજીને ખરેખર મોંઘવારીની ચિંતા હોય તો તેમણે મોદી શાહની કેન્દ્ર સરકાર સામે પોતાના નિવાસથી મંત્રાલય અમારી સાથે સાઈકલ પર જવુ જોઈએ. સાહસ કરશો?

કરશે વિરોધ પ્રદર્શન
દિગ્વિજય સિંહે આજે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે સાઈકલ સવારી કરવાનુ એલાન કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, પેટ્રોલ તેમજ ડીધલના વધતા ભાવોથી તમને વાંધો હોય તો કાલે સવારે 10.30 વાગે સાઈકલ પર સવાર થઈને ભોપાલમાં રોશનપુરા ચાર રસ્તે પહોંચીને પેટ્રોલ તેમજ ડીઝલના વધતા ભાવો સામે પ્રદર્શનમાં ભાગ લો. કોરોના કાળ છે માટે બધાને પ્રાર્થના છે કે પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સીંગનુ ધ્યાર રાખવુ. હવે એ પ્રશાસનની જવાબદારી છે કે સોશિયલ ડિસ્ટન્સીંગનુ પાલન કરાવે.
કોરોનાનો કહેર, વિશ્વમાં 93 લાખથી વધુ લોકો સંક્રમિત, જાણો ક્યાં કેટલા કેસ?