LPG ગ્રાહકોને મળે છે 50 લાખ રૂપિયા સુધીનો વીમો, શું તમે જાણો છો?
આપણે સૌ જાણીએ છીએ કે દરેક ઘરમાં ભારત ગેસનું એલપીજી કનેક્શન છે અથવા ઈન્ડયન ગેસનું કનેક્શન છે. પરંતુ શું તમને એ ખબર છે કે તમારા ઘરમાં રસોઈ ગેસનું કનેક્શન છે તો તમને 50 લાખ રૂપિયાનો વીમો મળી શકે છે. અમે તમને જણાવી દઈએ કે દરેક ગ્રાહક એલપીજી લાઈફ ઈન્સ્યોરન્સની સીમામાં આવે છે. જે એલપીજી સિલિન્ડર સરકારી લાયસન્સ પ્રાપ્ત એજન્સીમાં ખરીદે છે.
આ પણ વાંચોઃ શપથ ગ્રહણ સમારંભઃ વિપક્ષી એકતાને ઝટકો, માયાવતી-અખિલેશ નહિ થાય શામેલ

છેલ્લા 25 વર્ષોમાં કોઈએ નથી કર્યુ ક્લેમ
આના માટે ગ્રાહકે કોઈ પ્રીમિયમ આપવાનું હોતુ નથી. આ એક થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ છે. જેને બધી ઓઈલ કંપનીઓ જેવી કે ઈન્ડિયન ગેસ, ભારત ગેસ વગેરે લે છે. આ પબ્લિક લાયેબિલિટી પૉલિસી હેઠળ આવે છે. બધી કંપનીઓ યુનાઈટેડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી પોતાના ગ્રાહકોનો વીમો કરાવે છે. જો કોઈ સિલિન્ડર બ્લાસ્ટ છાય તો તે સ્થિતિમાં ગેસ કંપનીઓને વીમા કવરેજ આપવાનું હોય છે. જો કે અમે તમને એ જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર એલપીજી વીમાને છેલ્લા 25 વર્ષોથી કોઈએ ક્લેમ કર્યુ નથી. વાસ્તવમાં મુખ્ય વાત એ છે કે લોકોને વીમા વિશે જાણ જ નથી.

50 લાખનો ક્લેમ
એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થવાના અંદાજની ત્રણ કેટેગરી હોય છે. આ કેટેગરીના આધારે ગેસ કંપનીઔ વીમો આપે છે. એલપીજી સિલિન્ડરના બ્લાસ્ટ થવાની મહત્તમ લાયેબિલિટીની રકમ 50 લાખ રૂપિયા થાય છે. આમાં પ્રતિ વ્યક્તિ લાયબિલિટીની રકમ 10 લાખ રૂપિયા હોય છે.
પર્સનલ એક્સીડન્ટ એટલે કે મોત
મેડીકલ એક્સપેન્સ
પ્રોપર્ટી ડેમેજ

પોતાનો વીમો આ રીતે ક્લેમ કરો
- એક્સીડન્ટનો સૌથી પહેલુ સ્થાનિક પોલિસમાં રિપોર્ટ નોંધાવવાનો હોય છે. ત્યારબાદ ગેસ ડિસ્ટ્રીબ્યુટરને એક્સીડન્ટ વિશે લેખિતમાં સૂચના આપવાની હોય છે. આ સાથે પોલિસ રિપોર્ટની કોપી લગાવવાની હોય છે.
- ત્યારબાદ ગેસ ડિસ્ટ્રીબ્યુટર તે એક્સીડન્ટની સૂચના ગેસ કંપની સુધી પહોંચાડે છે. પ્રોપર્ટી ડેમેજની સ્થિતિમાં ઓઈલ કંપનીમાંથી એક ટીમ આવે છે તે પ્રોપર્ટી એસેસ કરે છે અને વીમો નક્કી કરશે.
- મૃત્યુની સ્થિતિમાં ડેથ સર્ટિફિકેટ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આપવાનો હોય છે. ત્યારે તમને વીમો મળી શકશે.
- વળી, એક્સિડન્ટની સ્થિતિમાં મેડીકલ બિલ અને પ્રિસ્ક્રીપ્શન બિલ આપવાનું હોય છે. ત્યારબાદ જ વીમાનું બિલ મળે છે. ડિસ્ચાર્જ બિલ ઓઈલ કંપનીને આપવાનું રહેશે.

આ સ્થિતિમાં નહિ મળે વીમો
એ વાતનું હંમેશા ધ્યાન રાખવાની કોશિશ કરો કે એલપીજી ગેસ સિલિન્ડર જ લેવો જોઈએ. સાથે સિલિન્ડર લેતી વખતે એ પણ વ્યવસ્થિત રીતે જુઓ કે શું તે આઈએસઆઈ માર્કવાલો છે. જો આવુ સીલબંધ કે પછી આઈએસઆઈ માર્કવાળુ સિલિન્ડર નહિ હોય તો તમને ક્લેમ નહિ મળે.