For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇ-કૉમર્સ કંપનીઓને સરકારની શરત મંજૂર નથી

ઇ-કૉમર્સ નીતિઓમાં કરવામાં આવેલા ફેરફારને લઈને મોટી ઇ-કૉમર્સ કંપનીઓ સરકારને નકારી શકે છે.

|
Google Oneindia Gujarati News

ઇ-કૉમર્સ નીતિઓમાં કરવામાં આવેલા ફેરફારને લઈને મોટી ઇ-કૉમર્સ કંપનીઓ સરકારને નકારી શકે છે. આ કંપનીઓ નવા એફડીઆઈ નિયમો અમલમાં મૂકવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરીને આગળ લંબાવવાની માંગ કરી શકે છે.

કંપનીઓનું માનવું છે કે ઇ-કૉમર્સ ક્ષેત્રની નીતિઓમાં ફેરફારનું પાલન કરવા અને તેને અમલમાં મૂકવા માટે ઓછામાં ઓછા 4 થી 5 મહિના જોઈએ. એક મોટી ઈ-કૉમર્સ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીઓને ઓછામાં ઓછા 4 થી 5 મહિના આ નીતિઓમાં ફેરફારને લાગુ કરવામાં લાગશે.

આ પણ વાંચો: ઑનલાઇન શોપિંગ કરનારાઓ માટે જરૂરી સૂચના

નવા નિયમોથી ઘણી કંપનીઓને નુકશાન છે તો ઘણી કંપનીઓને લાભ

નવા નિયમોથી ઘણી કંપનીઓને નુકશાન છે તો ઘણી કંપનીઓને લાભ

વિદેશી રોકાણવાળા ઑનલાઇન માર્કેટપ્લેસના નવા નિયમોથી ઘણી કંપનીઓને નુકસાન થશે તો ઘણી કંપનીઓને લાભ થશે. નવો નિયમ ઈ-કૉમર્સ કંપનીને તે સામાનોનું વેચાણ તેમના પ્લેટફોર્મથી વેંચતા અટકાવે છે.

જેનું ઉત્પાદન તે જાતે અથવા તેમની કોઈ સહયોગી કંપની કરતી હોય. ફક્ત આ જ નહીં, તેમાં એ પણ ખાતરી કરવામાં આવે છે કે કોઈ વેંડર કોઈપણ પોર્ટલ પર વધુ માં વધુ કેટલો સમાન વેચી શકે છે. નવી નીતિમાં ઈ-કૉમર્સ પ્લેટફોર્મ પર કોઈપણ સપ્લાયરને વિશેષ સુવિધા આપવા પર પણ પ્રતિબંધિત છે.

એમેઝોન પ્રાઇમ, ફ્લિપકાર્ટ પ્લસ જેવી સેવાઓ બંધ થઇ શકે છે

એમેઝોન પ્રાઇમ, ફ્લિપકાર્ટ પ્લસ જેવી સેવાઓ બંધ થઇ શકે છે

નવી નીતિ હેઠળ કેશબેક, એક્સક્લૂસિવ સેલ, બ્રાન્ડ લૉન્ચિંગ, એમેઝોન પ્રાઇમ અથવા ફ્લિપકાર્ટ પ્લસ જેવી વિશિષ્ટ સેવાઓ બંધ થઇ શકે છે. સરકાર આ ઑનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ બનાવવા માંગે છે.

ઈ-કૉમર્સ કંપની સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે 26 ડિસેમ્બરના રોજ નવા નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. અને કંપનીઓને આ ફેરફારોને અમલમાં મૂકવા માટે માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. ઘણી બાબતોમાં હાલના ભાગીદારો સાથે કરાર કરવા પડશે.

ખાસ ઓફર અને વધુ ડિસ્કાઉન્ટ પર પણ રોક

ખાસ ઓફર અને વધુ ડિસ્કાઉન્ટ પર પણ રોક

સરકારના ઇ-કૉમર્સના નિયમોને કડક બનાવવાનો સૌથી મોટો માર ફ્લિપકાર્ટ અને એમેઝોન પર પડી શકે છે. નવા નિયમો હેઠળ વિદેશી મૂડીરોકાણ ધરાવતી ઇ-કૉમર્સ કંપનીઓ તે કંપનીઓના ઉત્પાદનો વેચી શકતી નથી જેમાં તેઓ પોતે હિસ્સેદાર છે. આ ઉપરાંત, ખાસ ઓફર અને વધુ ડિસ્કાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

English summary
E-commerece Majors May Seek Extension Of Feb 1 Deadline
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X