• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલી આ રીતે કરો કમાણી

|
Google Oneindia Gujarati News

જો તમે પણ લોકોની મદદ સાથે પોતાનો બિઝનસ કરવા ઈચ્છો છો તો આ તક તમારા માટે ઉત્તમ છે. ભારતની વસ્તીનો ઘણો ખરો ભાગ કે જે ગરીબ છે અને કેટલીક પ્રાથમિક સુવિધાઓ જેવી કે આરોગ્યની દેખભાળના સાધનોના અભાવથી ગ્રસ્ત છે. આરોગ્યની દેખભાળમાં દવાઓ પણ સામેલ છે. ત્યારે ભારતમાં સૌથી મોટી સમસ્યા એ છે કે બ્રાન્ડેડ દવાઓના ભાવ જનરીક દવાઓની સરખામણીએ ઘણા વધુ હોય છે. જ્યારે બંનેની ગુણવત્તા એક સરખી જ હોય છે. જેથી ફાર્મા એડવાઈઝરી ફોરમે સંયુક્ત રીતે ભારતના દરેક જિલ્લામાં સામાન્ય લોકોને વ્યાજબી ભાવે જનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઔષધિ કેમ્પેઈન લોન્ચ કર્યુ છે. આ દવાઓ આખા દેશના વિવિધ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રમાં વહેંચાય છે. આ જન ઔષધી યોજના વિશે સમજીએ.

જનઔષધી કેન્દ્રની નોંધણી માટે પાત્રતા

જનઔષધી કેન્દ્રની નોંધણી માટે પાત્રતા

-તમે એક ચિકિત્સક હોવા જોઈએ.

-તમે રજીસ્ટરેડ ચિકિત્સા વ્યવસાયી છો.

-તમારી પાસે બી ફાર્મ કે ડી ફાર્મની ડિગ્રી છે.

-જો તમે ઉપરોક્ત તમામ વ્યકિતગત યોગ્યતા ધરાવતા નથી છતાંય તમે એક જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે નોંધણી કરી શકો છો. જો કે તે માટે તમારે બી ફાર્મ અને ડી ફાર્મ ડિગ્રીધારી વ્યકિતને કાર્યરત કરવા માટે સક્ષમ હોવા જોઈએ.

-લોકો માટે સરકારી હોસ્પિટલના પરિસરમાં એક મેડિકલ સ્ટોર ખોલવાની તક પણ છે.

-જો કે નોંધણી પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત એનજીઓ અને ચેરિટેબલ ટ્રસ્ટને પ્રાથમિકતા આપવામાં આવશે.

લાભ માર્જીન અને પ્રોત્સાહન રાશિ

લાભ માર્જીન અને પ્રોત્સાહન રાશિ

જો તમે એક જન ઔષધી કેન્દ્ર માટે એજન્સી મેળવો છો તો તેનું સંચાલન કરવા માટે તમારે પ્રત્યેક દવાની એમઆરપી અને ટેક્સ ઉપરાંત 20 ટકાનું માર્જિન આપવામાં આવશે. જો તમારુ કેન્દ્ર બીપીપીઆઈના સોફ્ટવેયરના માધ્યમથી તેની સાથે ઈન્ટરનેટ દ્વારા જોડાયેલ છે તો તમે 2.5 લાખ સુધીનું પ્રોત્સાહન મેળવવા યોગ્ય છો. તે માસિક 15 ટકાના વેચાણના દરે મળે છે. જો કે મિનિમમ 10 હજાર ચૂકવવાપાત્ર હોય છે. પૂર્વના રાજ્યો અને નક્સલી વિસ્તારો, આદિવાસી વિસ્તારોમાં તેની મર્યાદા 15,000 સુધીની રહેશે.

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે જરૂર ચીજો

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે જરૂર ચીજો

-આ માટે અરજીકર્તા પાસે ઓછામાં ઓછી 120 વર્ગ ફૂટ ક્ષેત્રફળની પોતાની કે ભાડાની જગ્યા હોવી જોઈએ. જે માટે તેની પાસે જગ્યાની માલીકીનું પ્રમાણપત્ર કે ભાડા કરાર હોવો જોઈએ.

-જગ્યાની વ્યવસ્થા કરવામાં બીપીપીઆઈની કોઈ ભૂમિકા રહેશે નહિં. નામની સાથે ફાર્માસિસ્ટ હોવાનું પ્રમાણપત્ર, રાજ્ય પરિષદની સાથે રજીસ્ટ્રેશન જરૂરી છે.

-અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અલગ-અલગ પ્રમાણ પત્રો જો લાગુ પડતા હોય તો.

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે એપ્લાય કેવી રીતે કરવું?

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે એપ્લાય કેવી રીતે કરવું?

તમે તમારુ અરજી ફોર્મ ઓનલાઇન અને ઓફલાઇન જમા કરાવી શકો છો.

-ઓફલાઇન એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવા માટેની માહિતી ભરો, આપેલ ફોર્મમાં બધી માહિતી ભરો, બધી માહિતી એકદમ સાચી હોવી જ જોઇએ, ભૂલ ભરેલું ફોર્મ રદ માનવામાં આવશે અને તેને નીચે આપેલા સરનામાં પર પોસ્ટ કરો.

-સીઈઓ, ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ ઓફ ઇન્ડિયા (બીપીપીઆઈ), આઈડીપીએલ કોર્પોરેટ કાર્યાલય, આઈડીપીએલ કોમ્પ્લેક્સ, જૂની દિલ્હી ગુડગાંવ રોડ, દુન્દાહેરા, ગુડગાંવ - 122016 (હરિયાણા) બંધ કવરમાં, સરનામાં પહેલાં સ્પષ્ટ લખેલું હોવું જોઈએ,( "નવા PMBJK માટે એપ્લિકેશન ફોર્મ ")

ભારતના ફાર્મા PSU બ્યુરોની ભૂમિકા

ભારતના ફાર્મા PSU બ્યુરોની ભૂમિકા

બ્યુરો ઓફ ફાર્મા પીએસયુ ઓફ ઈન્ડિયા (BPPI)પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર માટેની અમલીકરણ એજન્સી છે. તેનું કાર્ય નીચે મુજબ છે -

1 - સસ્તા ભાવે બધા માટે ગુણવત્તાયુક્ત જનરિક દવાઓ ઉપલબ્ઘ કરાવવી.

2 - વડા પ્રધાન જન ઔષધિ કેન્દ્રો દ્વારા જનરિક દવાઓનું માર્કેટિંગ.

3-સેન્ટ્રલ ફાર્મા પીએસયુ અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ પાસેથી દવાઓની ખરીદી.

4. દવા કેન્દ્રોના કાર્યનું યોગ્ય નિરીક્ષણ.

આ પણ વાંચો: પીએમ કિસાન યોજના: ખેડૂતો આ રીતે જાતે કરી શકશે રજીસ્ટ્રેશન

English summary
Earn Money Through Pradhan Mantri Jan Aushadhi Kendra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X