ICICI બેંક- વીડિયોકોન કેસઃ ચંદા કોચર અને વેણુગોપાલ ધૂતના ઘરે ઈડીના દરોડા
નવી દિલ્હીઃ ICICI બેંક-વીડિયોકોન સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલામાં શુક્રવારે ઈડીએ દરોડા પાડ્યા છે. ઈજીએ આ રેડ આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરના ઠેકાણે મારી છે. આ ઉપરાંત વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. પ્રવર્તન નિદેશાલયે મુંબઈ અને ઔરંગાબાદમાં કેટલાય ઠેકાણે રેડ પાડી છે.
વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતના ફર્મને કરોડો રૂપિયાની લોન આપવાના મામલામાં ચંદા કોચર પર ફોર્જરીનો આરોપ લાગ્યો હતો. આ ફર્મમાં દીપક કોચર જે ચંદા કોચરના પતિ છે અને તેના અન્ય બે સંબંધીઓ પણ સામેલ હતા. ફર્મનો 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. કોચર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોતાના પતિ દીપક કોચરની કંપનીમાં ખોટી રીતે લાભ પહોંચાડ્યો.
સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર સાથે જોડાયેલ વીડિયોકોન લોન કેસના મામલામાં એફઆઈઆર નોંધાવી હતી. આ એફઆઈઆર બાદ તપાસ એજન્સીએ વીડિયોકોન અને ન્યૂપાવરના કેટલાય ઠેકાણા પર રેડ પાડી હતી. મહારાષ્ટ્રમાં કેટલાય ઠેકાણા પર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.
સીબીઆઈએ 22 ફેબ્રુઆરીએ આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. સીબીઆઈએ ચંદા કોચર ઉપરાંત પોતાના પતિ દીપક કોચર અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીના એમડી વેણુગોપાલ ધૂત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. ચંદા કોચર વિરુદ્ધ સીબીઆઈએ પાછલા મહિને જ 1875 કરોડના ભ્રષ્ટાચારનો કેસ નોંધાવ્યો હતો. ચંદા કોચરના કાર્યકાળમાં વીડિયોકોન કુલ 6 વાર લોન આપવામાં આવી હતી.
અભિનંદનની મુક્તિ પર સિદ્ધુએ ફરી આપ્યુ પાક અંગે નિવેદન, જાણો હવે શું કહ્યુ?