વોકલ ફૉર લોકલ અભિયાનની અસર, ખાદી સેલમાં થયો રેકોર્ડ વધારો
નવી દિલ્લીઃ કોરોના મહામારી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોકલ ફૉર લોકલ અભિયાનની શરૂઆત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં દેશની જનતાને લોકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આની અસર ખાદીના આઉટલેટમાં જોવા મળી છે. આ તહેવારની સિઝન દરમિયાન ખાદી ઉત્પાદનોના વેચાણમાં રેકોર્ડ વધારો થયો છે. દિલ્લીના કનૉટ પ્લેસમાં સ્થિત ખાદી ઈન્ડિયા ફ્લેગશિપ આઉટલેટમાં 13 નવેમ્બરે 1.11 કરોડ રૂપિયાનો સૌથી વધુ વેચાણ થયુ. તે આ વર્ષનુ રેકોર્ડ વેચાણ છે.
જાણો કયા કયા દિવસે થયુ 1 કરોડનુ વેચાણ
પીટીઆઈ-ભાષાના રિપોર્ટ મુજબ ખાદીનો સેલ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસથી શરૂ થયો હતો જે છેલ્લા 40 દિવસોમાં ખાદી ઉત્પાદનોના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. MSME મંત્રાલયે કહ્યુ કે લૉકડાઉન બાદ બિઝનેસ એક્ટિવિટી વધતા જ ખાદી ઈન્ડિયાની પ્રોડક્ટમાં પણ વધારો થયો છે. MSMEના જણાવ્યા મુજબ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે કનૉટ પ્લેસના સ્ટોરમાં 1.02 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો. વળી, 24 ઓક્ટોબરે 1.05 કરોડનુ વેચાણ થયુ અને 7 નવેમ્બરે 1.06 કરોડ રૂપિયોનો બિઝનેસ થયો.
KVICના ચેરમેને પીએમ મોદીને આપ્યો આનો શ્રેય
ખાદી તેમજ ગ્રામોદ્યોગ આયોગે (KVIC)ના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ આ રેકોર્ડ વેચાણનો પૂરો શ્રેય પીએમ મોદીને આપ્યો છે. વિનય કુમાર સક્સેનાએ કહ્યુ છે કે પીએમ મોદીએ જ દેશની જનતાને ખાદી અપનાવવા માટે પ્રેરિત કર્યા છે. તેમણે કહ્યુ કે આ ખુશીની વાત છે કે મોટી સંખ્યામાં લોકોએ ખાદીના કારીગરોની મદદ કરી છે. કોરોના મહામારી દરમિયાન પણ ખાદીના કારીગરોએ પોતાનુ કામ બંધ નહોતુ કર્યુ.
2018માં પણ થયુ હતુ ખાદીનુ રેકોર્ડ વેચાણ
રિપોર્ટ મુજબ વર્ષ 2018માં પણ ખાદીનુ એક વર્ષમાં ચાર વાર એક કરોડ રૂપિયાનુ વેચાણ થયુ હતુ. 2 ઓક્ટોબર 2018ના રોજ 1.27 કરોડ, 13 ઓક્ટોબરે 1.25 કરોડ થયુ હતુ. જેમાં 1.27 કરોડ રૂપિયા ખાદીના અત્યાર સુધી એક દિવસનુ સૌથી વધુ ટર્નઓવર છે. 22 ઓક્ટોબર,2016ના રોજ ખાદી ઈન્ડિયાના કનૉટ પ્લેસ સ્થિત આઉટલેટ પર 116.13 કરોડનુ વેચાણ થયુ હતુ. 2016થી પહેલા ખાદીનુ વેચાણ કોઈ પણ વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુ થયુ નહોતુ.
અમદાવાદઃ બર્થડે પાર્ટીમાં ચાલી રહ્યો હતો હુક્કાબાર, ફાયરિંગ