For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઠ ભારતીય કંપનીઓને ફોર્ચ્યુન 500ની યાદીમાં સ્થાન

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 8 જુલાઇ : જાહેર ક્ષેત્રની ભારતીય કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) સહિત ભારતની 8 કંપનીઓ ફોર્ચ્યુનની નવી વૈશ્વિક 500 યાદીમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. બે વર્ષ બાદ આ યાદીમાં અમેરિકન રિટેલર કંપની વૉલમાર્ટ પણ ટોચનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.

આઇઓસી ઉપરાંત આ યાદીમાં જે અન્ય સાત કંપનીઓ સ્થાન પામી છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, એચપીસીએલ, એસબીઆઇ, ઓએનજીસી, ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.

નોંધનીય બાબત એ છે કે ભારતીય કંપનીઓમાંથી માત્ર ટાટા મોટર્સ આ યાદીમાં પોતાનું સ્થાન સુધારવામાં સફળ બની છે. જ્યારે બાકીની સાત કંપનીઓ આ યાદીમાં નીચેના સ્થાને ખસકી છે.

ioc

વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો વોલમાર્ટે ઉર્જા ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી કંપની રોયલ ડચ શેલને વર્ષ 2014ની યાદીમાં બીજા સ્થાને ધકેલી દીધી છે. ત્યાર બાદ આ યાદીમાં સિનોપેક ગ્રુપ અને ચાઇના ઇન્ટરનેશનલ પેટ્રોલિયમ ક્રમશ: ત્રીજા અને ચોથા ક્રમે આવે છે.

વોલ માર્ટ 476.29 અબજ ડોલરની આવક સાથે પ્રથમ સ્થાને રહી છે. આ યાદીમાં ટોચની ભારતીય કંપની આઇઓસીની વાર્ષિક આવક 81.32 અબજ ડોલર રહી છે. આ યાદીમાં માત્ર આઇઓસી એવી કંપની છે જે ટોચની 100 કંપનીઓમાં પોતાનું સ્થાન બનાવી શકી છે. આ યાદીમાં આઇઓસી 96મા ક્રમે છે. જો કે ગયા વર્ષ કરતા તેનું પરફોર્મન્સ ઘટ્યું છે. ગયા વર્ષે તે 88મા ક્રમે હતી.

આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 114મા સ્થાને, ભારત પેટ્રોલિયમ 242મા સ્થાને, હિન્દુસ્તાન પેટ્રોલિયમ 284મા સ્થાને, ટાટા મોટર્સ 287મા સ્થાને, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 303મા સ્થાને, ઓએનજીસી 424મા સ્થાને અને ટાટા સ્ટીલ 486મા સ્થાને રહી છે.

English summary
Eight Indian companies in Fortune 500 list by revenue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X