મોટી તૈયારી સાથે ભારતીય માર્કેટમાં એન્ટ્રીની તૈયારીમાં એલોન મસ્ક? અધધ 30 અરબ રૂપિયાનું રોકાણ કરી શકે

લાંબા સમયથી ભારતીય માર્કેટમાં એન્ટ્રી માટે ટેસ્લા પ્રયાસ કરી રહી છે ત્યારે હને હકારાત્મક સંકેત મળ્યા છે. અહેવાલો અનુસાર, એલોન મસ્કની ટેસ્લા ભારતમાં 30 અરબ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.

જેમ જેમ ભારત નવી ઈલેક્ટ્રિક વ્હીકલ નીતિનો મુસદ્દો તૈયાર કરવાની નજીક પહોંચી રહી છે તેમ ટેસ્લા ભારતમાં પ્રવેશવા અને આગામી પાંચ વર્ષમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 30 અરબ રૂપિયાનું રોકાણ કરવા માટે વાટાઘાટો કરી રહી છે.

Elon Musk

30 બિલિયન ડૉલરનું આ રોકાણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા, સંબંધિત ઉદ્યોગ કંપનીઓ ખોલવાથી લઈને માર્કેટિંગ અને અન્ય વસ્તુઓ પર ખર્ચ કરાશે. કંપનીના સત્તાવાર બિઝનેસ પ્લાન સાથે નજીકથી જોડાયેલા લોકોએ આ વાતનો ખુલાસો કર્યો છે.

અહેવાલો અનુસાર, આ રોકાણમાં વ્યાપક વિકાસશીલ વિશ્વ માટે ભારતીય પ્લાન્ટમાંથી નવી નાની કારના ઉત્પાદન માટે 3બિલિયન ડોલરનું પ્રત્યક્ષ અને તાત્કાલિક રોકાણ સામેલ છે, આ ઉત્પાદન સાહસને ટેકો આપવા માટે અન્ય ભાગીદારો તરફથી 10 બિલિયન ડોલરની પ્રતિબદ્ધતા સાથે અને બેટરી ઉદ્યોગ ઇકોસિસ્ટમ માટે અન્ય 15 બિલિયન ડોલરનું રોકાણ થઈ શકે છે.

ભારત સરકાર નવી ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી તૈયાર કરી રહી છે, જે ટેસ્લા માટે નથી, પરંતુ જે ભારતમાં ઇલેક્ટ્રિક કારના બજારના ઉત્પાદન અને વિસ્તરણ માટે કરવામાં આવી રહી છે. આ નીતિ હેઠળ ટેસ્લાની વિદેશી ઉત્પાદિત ઇવી માટે આયાત ડ્યૂટીમાં છુટ આપવાની વાતને સમર્થન કરે છે. હાલના માળખામાં ડિસ્કાઉન્ટની માંગને પહોંચી વળવા કંપની તેની સ્ટાન્ડર્ડ બ્રાન્ડને મર્યાદિત સંખ્યામાં પ્રથમ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

ચાર્જિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ અને પરીક્ષણ કરીને ભારતીય લક્ઝરી કાર માર્કેટમાં સ્પર્ધા કરવાનો ઉદ્દેશ્ય છે. આ સાથે ટેસ્લા બે વર્ષમાં પ્રથમ નાની કાર બનાવવા માટે ભારતમાં એક ફેક્ટરીમાં પણ રોકાણ કરી શકે છે, જેની ફેક્ટરી ત્રણ વર્ષમાં પૂર્ણ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X