For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશ ખબર: LCD, LED ટીવીના ભાવ ઘટાડી રહી છે કંપનીઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રિલ: ટીવી ખરીદવાની ઇચ્છા ધરાવનારાઓ માટે મોટા સમાચાર છે. ટીવી બનાવનાર કંપનીઓ તેમના ભાવ ઘટાડવાનું શરૂ કરી દિધું છે. બિઝનેસ સમાચર પત્ર 'ધ ઇકોનોમિક ટાઇમ્સે' સમાચાર આપ્યા છે કે દેશની મોટી ટીવી સેટ નિર્માતા કંપનીઓ-સોની, પેનાસોનિક અને વીડિયોકોને પોતાના ટેલિવિઝન સેટોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જેથી માંગમાં વધારો થઇ શકે અને લોકો જૂના મોડલથી હટીને એલસીડી અથવા એલઇડી ટીવી ખરીદે.

જાપાની કંપની સોની ભારતમાં પહેલીવાર 22 ઇંચનું એલઇડી ટેલિવિઝન સેટ ઉતારવા જઇ રહી છે. આ સાઇઝના ટીવી સૌથી વધુ વેચાઇ છે. બીજી તરફ વીડિયોકોન અને પેનાસોનિક ટૂંક સમયમાં 8,000 રૂપિયાથી ઓછી કિંમતવાળા મોડલ રજૂ કરવા જઇ રહી છે. અત્યારે એલસીડી અને એલઇડી ટીવીની કિંમતો 9,900 રૂપિયાથી શરૂ થાય છે.

જુના મોડલના ટેલિવિઝન સેટ, જેમને સીઆરટી ટીવી કહેવામાં આવે છે અત્યારે પણ ભારતમાં મોટી સંખ્યામાં છે. તેના રિપ્લેસમેન્ટની ઘણી ગુંજાઇશ છે અને ટીવી નિર્માતા કંપનીઓ તેના પર નજર લગાવીને બેઠી છે. સોની ઇન્ડિયાના સેલ્સ હેડ સુનીલ નય્યરે સમાચાર પત્રને જણાવ્યું હતું કે રિપ્લેસમેન્ટ ટીવી બિઝનેસમાં 69 ટકાનો ઉછાળો આવશે.

led

સોની ઇન્ડિયા 22 ઇંચ એલઇડી ટીવી 15,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં વેચવા જઇ રહી છે. આ તેના હાલના 24 ઇંચના ટીવી કરતાં 2,000 રૂપિયા ઓછી હશે. પેનાસોનિકે પણ સસ્તા ઇંટ્રી લેવલ ટીવી સેટ બનાવવાની યોજના બનાવી છે.

પરંતુ વીડિયોકોન ઘણી આક્રમક છે. તે 16 ઇંચનું એલઇડી ટીવી સેટ આ મહિને લોન્ચ કરવા જઇ રહી છે, જેની કિંમત 7,900 રૂપિયા હશે. કંપનીના સીઓઓ સીએમ સીએમ સિંહે કહ્યું કે આ પ્લેટ પેનલ ટીવીમાં સૌથી ઓછી કિંમતનું ટીવી હશે. આ જૂના મોડલના ટીવી સેટોને જોરદાર ટક્કર આપશે જે હાલ 6,000 રૂપિયામાં વેચાઇ છે. ટીવી નિર્માતાઓને આશા છે કે ટીવીની કિંમતો ઘટાડવાથી વધુમાં વધુ લોકો આકર્ષિત થશે, આનાથી બજારમાં માંગ વધશે.

English summary
Top television makers such as Sony, Panasonic and Videocon are bringing down the prices of their entry-level LCD and LED TV sets to target first-time buyers and those who want to upgrade from CRT models, a segment which is shrinking fast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X